ધરતીકંપ:કચ્છમાં 1 માસ બાદ રાપરમાં 3ની તીવ્રતાનો આંચકો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં અેક મહિના સુધી શાંત રહેલી ધરા ફરી ધ્રુજી હતી અને રાપર નજીક 3ની તીવ્રતાનો અાંચકો નોંધાયો હતો. તા.07/06ના સાંજે 6:55 કલાકે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં રાપરથી 25 િક.મી. દુર 3ની તીવ્રતાનો અાંચકો અાવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 23.603 અક્ષાંશ, 70.393 રેખાંશ સાથે 1.9 િક.મી.ની ઉંડાઇઅે કેન્દ્રિત થયું હતું.

અત્રે અે નોંધવું રહ્યું કે, કચ્છમાં ભયાવહ ભૂકંપ બાદ નાના-મોટા અાંચકા જારી રહ્યા છે અને તા.11-5ના ખાવડા નજીક અાવેલા 3.2ની તીવ્રતાના અાંચકા બાદ ધરા શાંત રહી હતી. ઉપરાંત વાગડ પંથકમાં તો તા.28-4ના ભચાઉ પાસે 2.8ના કંપન બાદ તા.7-6, મંગળવારના સાંજે વાગડ મુખ્ય ફોલ્ટલાઇન પરની ધરા ફરી ધ્રુજી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે નરા વિસ્તારમાં ભેદી ધડાકાએ ભય ફેલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...