કચ્છમાં કોરોનાકાળના બે વર્ષ બાદ અા વખતે રાષ્ટ્રીય પર્વ 15મી અોગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી પણ ખુલીને કરવામાં અાવશે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અંજારમાં યોજવાની સાથે 6 સ્થળોઅે યોજાનારા તાલુકા કક્ષાના કાર્યક્રમો જાહેર કરાયા છે.
નિયમ મુજબ દર વખતે રાષ્ટ્રીય પર્વો સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની જિલ્લા તથા તાલુકા કક્ષાની ઉજવણી અલગ-અલગ સ્થળોઅે થતી હોય છે પરંતુ કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન તાલુકા કક્ષાના કાર્યક્રમો જે-તે તાલુકાના તાલુકા મથકે યોજાયા હતા અને તેમાં વધુ લોકો ભેગા ન થાય અને ભીડ ન થાય તે માટે ઉપસ્થિત રહેનારા લોકોની સંખ્યા પણ નિયત કરાઇ હતી. જો કે, અા વખતે કોરોના ગાઇડલાઇન હટી જતાં લોકો રાષ્ટ્રીય પર્વ ખુલ્લીને ઉજવશે.
કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અા વખતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી અંજારમાં અાહીર વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં અાવશે, જેને લઇને તાજેતરમાં કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે., નિવાસી અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા સહિતના અધિકારીઅોઅે અાહીર વિદ્યાર્થી ભવનની મુલાકાત લઇને ગ્રાઉન્ડની ચકાસણી કરી હતી.
ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં 6 તાલુકાના કાર્યક્રમો જાહેર થઇ ગયા છે અને ભુજ, ભચાઉ, રાપર તાલુકામાં સ્થળની બદલી કરવાની હોઇ અા ત્રણ તાલુકામાં હવે નવા સ્થળો જાહેર કરાશે.રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઇને તંત્ર દ્વારા તૈયારીઅો અારંભી દેવાઇ છે. ભુજ, અંજારની સરકારી કચેરીઅોને દુલ્હનની જેમ શણગારવા, અંજારમાં સફાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, કાર્યક્રમનું રિહર્સલ સહિત તડામાર તૈયારીઅોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
તાલુકાના કાર્યક્રમો | |
તાલુકો | ગામ |
માંડવી | નાના ભાડિયા |
ગાંધીધામ | િકડાણા |
મુન્દ્રા | ભદ્રેશ્વર |
લખપત | છેર નાની |
અબડાસા | નુંધાતડ |
નખત્રાણા | રસલિયા |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.