જામીન નામંજૂર:ચકચારી હનીટ્રેપ કાંડમાં વધુ એક કડક કલમનો ઉમેરો : પકડાયેલો બિલ્ડર પાલારામાં ધકેલાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિમાન્ડ પૂરા થતાં આરોપીએ જામીન માંગ્યા પણ ગંભીરતા જોઇ કોર્ટે નામંજૂર કર્યા

ગાંધીધામના ફાઇનાન્સરને હનીટ્રેપમાં ફસાવીને વીડિયો ક્લીપ મારફતે 10 કરોડની ખંડણી માંગવાના ચકચારી હાઇ પ્રોફાઇલ કેસમાં પકડાયેલા બિલ્ડરના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં આરોપીએ જામીન અરજી કરી હતી. અદાલતે જામીન નામંજુર કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.તો, આ કેસમાં પોલીસ દ્વારા આઇપીસી 389ની વધુ એક કલમનો ઉમેરો કરીને અન્ય આરોપીઓને ઝડપી લેવા તખતો તૈયાર કરાઇ રહ્યો છે.

સમગ્ર કચ્છમાં ખળભળાટ મચાવી દેનારા ખંડણી કેસમાં એકશન મોડમાં આવેલી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના બિલ્ડર વિનય વિનોદ રેલોન ઉર્ફે લાલાની અમદાવાદથી ધરપકડ કરીને શુક્રવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતાં આરોપીને કોર્ટમાં રજુ કરાતાં જામીન પર મુક્ત થવા પોતે રૂપિયા માંગ્યા ન હોવાનું અને ફરિયાદી પાસેથી રૂપિયા લેવાયા નથી અને આ તેમની સામે રાજકીય ષડયંત્ર હોવાનું તારણ ધરીને આરોપીએ પોતાના વકીલ મારફતે જામીન અરજી કરી હતી.

સામે મુળ ફરિયાદીના વકીલ દ્વારા ફરિયાદીને ફોન કરીને ભુજ બોલfવવા તેમજ જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની પણ ભૂમિકા છે તેવી રજુઆતો કરતાં અદાલતે જામીન અરજી નામંજુર કરી હતી. ફરિયાદી વતી એડવોકેટ આર.એસ.ગઢવી, ખેતશી પી.ગઢવી. વી.જી.ચૌધરીએ દલીલો કરી હતી.

મહિલાએ બોરીવલી પોલીસમાં ફરિયાદ કરી : તો બીજી તરફ મંચે CBI તપાસની માંગ કરી
હની ટ્રેપ કેસના આરોપી મહિલાએ મુંબઇના બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી. જે અનુસંધાને મુંબઇ પોલીસે એસપી અને અંજાર પોલીસને કાર્યવાહી માટે પત્ર લખ્યો હતો, દરમિયાન કચ્છ લડાયક મંચ દ્વારા આ કેસમાં સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી છે.આ માટે મંચ દ્વારા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...