તા. 7-3ના હોળી તથા તા.8-3ના ધુળેટીનો તહેવારના કચ્છ જિલ્લાના વિસ્તારમાં થનારી ઉજવણી દરમિયાન રાહદારીઓ કે લોકોને હેરાનગતિ ન થાય તેની તકેદારી માટેના આદેશો જારી કરાયા છે. ખાસ કરીને મહિલાઓની છેડતી, રંગો ઉડાડવા સહિતના મામલે કોઇ તત્વો પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે.
ધુળેટીના તહેવારમાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તા તેમજ ગલી શેરીઓમાં આવતા જતા રાહદારીઓ ઉપર તથા એક બીજા ઉપર કોરો રંગ (પાઉડર) પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ કાદવ રંગ મિશ્રિત પાણી કેમીકલ યુકત રંગો અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકતા હોય છે અને અમુક લોકો જાહેર રસ્તાઓ ઉપર આડસ મુકી, વાહન રોકી, વાહન ચાલકો પાસેથી બળજબરીથી પૈસા ઉઘરાવતા હોય છે.
જેને લીધે જાહેર રસ્તાઓ શેરી ગલીઓમાં આવતા જતા જાહેર જનતાને અડચણરૂપ ત્રાસદાયક અથવા ઇજા થવાની તેમજ અમુક અસામાજીક તત્વો દ્વારા અન્ય કોમની સ્ત્રીઓ ઉપર રંગ છાંટવાના બનાવ અથવા છેડતીના બનાવ બનતા હોય છે. જેની સામે જિલ્લા મેજીસ્ટ્રેટે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.