સ્કોડ દ્વારા કાર્યવાહી:સબસીડી નીમ કોટેડ યુરિયા વાપરતા વરસાણાના SRG પ્લાય સામે કાર્યવાહી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં લેવાયા હતા શંકાસ્પદ 5 સેમ્પલ
  • 50-50 કિલોની​​​​​​​ 201 બોરી જપ્ત કરી નોંધાવાઇ ફરિયાદ

પૂર્વ કચ્છમાં પ્લાયવુડ, ઇન્ડસ્ટ્રી પાર્ટીકલ બોર્ડ તથા રેઈસીનમાં અમુક કંપનીઓ દ્વારા ગેરકાયદે સબસીડી નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરાય છે, જે મામલે તંત્રએ લીધેલા શંકાસ્પદ 5 નમૂના પૈકી અંજાર તાલુકાના વરસાણા નજીક આવેલી સુમિત્રા રાજક્રિપાલ ગ્રૂપ સંચાલિત રાજક્રિપાલ એક્સિમ પ્રાઇવેટ લીમિટેડના પ્લાય બોર્ડ એકમમાંથી 50-50 કિલોની 201 બોરી જપ્ત કરી જવાબદારો સામે ફોજદારી નોંધાવાઇ છે.

એક તરફ સરકારે પ્રતિબંધ લગાવી દેતાં ખેતીવાડી માટે યુરિયા ખાતરની અછત સર્જાઇ છે ત્યારે પૂર્વ કચ્છમાં યુરિયાના બદલે ગેરકાયદે સબસીડાઈઝ નીમકોટેડ યુરિયા વાપરતી કંપનીઓ સામે કચ્છ જિલ્લા ખેતીવાડી વિસ્તરણ કચેરીની સ્કોડ દ્વારા કાર્યવાહી કરાઇ છે.

સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ અંજાર, ભચાઉની પ્લાયવૂડ ફેક્ટરીઓમાં ખેતીવાળી અધિકારીઓ અને નાયબ ખેતી નિયામકની કચેરીની સ્કોડની ચેકિંગ દરમિયાન આવા શંકાસ્પદ 5 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ નમૂનાને ટેસ્ટિંગ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 4 જેટલાં નમૂના પાસ થયા હતા અને વરસાણા હાઇવે પરના એસ.આર.જી. પ્લાય બોર્ડ એકમના સેમ્પલ બિન પ્રમાણિક જાહેર થતાં 50-50 કિલોની 201 ગુણી મળી 10 ટન જથ્થો જપ્ત કરીને એકમના જવાબદારો સામે અંજારના ખેતીવાડી અધિકારી સી.જે. માળીએ ફોજદારી નોંધાવી હતી.

કેન્દ્રના રસાયણ અને ખાદ્ય મંત્રલાય અનુસાર નીમ કોટેડ ખાતર ખેડૂતો માટે સબસીડીના ધોરણે ઉપલબ્ધ થાય તેવી જોગવાઇ છે પરંતુ અમુક ઔદ્યોગિક એકમો યુરિયાના બદલે સબસીડી નીમ કોટેડ યુરિયા વાપરતી હોઇ કચ્છના ખેડૂતોને નીમ કોટેડ યુરિયા મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...