આદેશ:ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ

ભુજમાં ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને અદાલતે એક વર્ષની સજા સાથે ચેકની 2.80 લાખની રકમ કરતા બમણી રકમ 60 દિવસમાં નવ ટકાના વ્યાજ સાથે અરજદારને ચુકવી આપવાનો આદેશ કર્યો છે. કેસની વિગતો મુજબ ભુજના હિંમતનગર સોસાયટીમાં રહેતા મિતેષ પરસોતમભાઇ ઠકકરે હિંમતનગર સોસાયટીમાં જ રહેતા નવીનગીરી દેવગીરી ગોસ્વામીને મિત્રતાના સબંધે હાથ ઉછીના 2 લાખ 80 હજાર ગત 6 ડીસેમ્બર 2017ના આપ્યા હતા. જેની અવેજીમાં આરોપીએ ફરિયાદીને બેન્ક ઓફ બરોડા ભુજનો ચેક આપ્યો હતો.

પરંતુ ફરિયાદીએ ચેક બેન્કમાં વટાવવા મુકતા ચેક રીર્ટન થયો હતો. જેથી ફરિયાદી મિતેષભાઇ દ્વારા ભુજની કોર્ટમાં આરોપી સામે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ - 138 મુજબ દાવો દાખલ કર્યો હતો. જે ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને એક વર્ષની કેદની સાજા તેમજ ચેકની રકમ રૂપિયા 2 લાખ 80 હજારની રકમ કરતા બમણી રકમ ફરિયાદીને બે માસમાં ચૂકવી આપવાનો હુકમ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ જયેશ એ. દવેએ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી આર.એસ.ગઢવી સાથે ખેતશીભાઇ પી.ગઢવી, વીનીત ચૌધરી હાજર રહીને દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...