હુકુમ:શહેરમાં ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને 1 વર્ષની કેદ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વળતર પેટે 5 લાખ ચુકવવા, જો ચુકવી ન શકે તો, વધુ છ માસની સજા ફટકારી

ભુજના ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા સાથે વળતર પેટે 5 લાખ રૂપિયા ચુકવવા અદાલતે આદેશ કર્યો છે.ભુજ રહેતા શશીકાંતભાઇ રતિલાલ સાતુંદાએ મિત્રતાના નાતે આરોપી માવજીભાઇ વેલજીભાઇ સથવારાને હાથ ઉછીના રૂપિયા 5 લાખ આપ્યા હતા. અને આરોપીએ એ રકમની અવેજીમાં બેન્કનો ચેક ફરિયાદીને આપ્યો હતો. જે બેન્કમાંથી રીર્ટન થતાં ફરિયાદીએ આરોપી વિરૂધ ધી નેગોશિયેબલ ઇનસ્ટુમેન્ટ એકટ તળે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

જેમાં ભુજના ચોથા સિનીયર સિવીલ જજ ફરિયાદી વતી વકીલ મારફતે રજુ તમામ પુરાવાઓ ચકાસ્યા બાદ આરોપીને એક વર્ષની સજા સાથે વળતર પેટ 5 લાખ આપવા અને રકમ ન આપે તો, વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ સંદિપ કે.શાહ, સતિષભાઇ બુધ્ધભટ્ટી, તથા એમ.એસ. શાહ હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...