વિસ્મૃતિવન યોજના:વિલંબના લેખાજોખા : વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ દસ વર્ષ લંબાયો તેની જવાબદાર ખુદ સરકાર

ભુજ15 દિવસ પહેલાલેખક: પ્રકાશ ભટ્ટ
  • કૉપી લિંક
  • ડીઝાઈનમાં ફેરફાર : દસ વર્ષમાં ખાનગી કન્સલ્ટન્ટ દ્વારા ચાર વખત વિવિધ પ્રકલ્પમાં કરાયા ફેરફાર
  • ઉદાસીનતાનો અવરોધ : વચ્ચેના વર્ષોમાં જી.એસ.ડી.એમ.એ.ના અધિકારી દ્વારા નીરસ વલણ
  • પ્રાથમિક અંદાજ 155 કરોડ (2012)અંતિમ અંદાજ 400 કરોડ (2022)

સ્મૃતિવન, કચ્છનો એક એવો પ્રોજેક્ટ કે જેનો ન માત્ર ભુજવાસી, પરંતુ વડા પ્રધાન પણ કાગડોળે વાટ જોઈ રહ્યા છે. જે લોકર્પીત થાય તે માટે ચાર વખત પ્રયાસ થયા છે. અંતે દસ વર્ષે પૂર્ણ થઈ આગામી બે મહિનામાં નરેન્દ્ર મોદી લોકો માટે ખુલ્લો મુકશે. 2010માં ભૂજિયા ડુંગરમાં સરકારે સર્વે કરાવ્યું.

જેના પરથી પ્રોજેક્ટ એસ્ટીમેટ બન્યું રુ.155 કરોડ. જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધતો ગયો, વધુ આકર્ષણ અને જરૂરિયાત અનુસાર કામગીરી વધતી ગઈ, તેમ તેમ ખર્ચ વધતો ગયો. પરિણામ સ્વરૂપ અંતે 2018માં ફાઇનલ એસ્ટીમેટ બન્યું રુ.400 કરોડ. ‘દિવ્ય ભાસ્કરે’ સ્થાનિક ઠેકેદાર અને મજૂરથી કરીને ગાંધીનગર સુધી ઇન્વેસ્ટીગેશન કરી શા માટે દસ વર્ષ સુધી પ્રોજેક્ટ લંબાયો, ખર્ચ અઢી ગણો વધી ગયો અને અંતે લોકોને શું જોવા મળશે તેના જાણ્યા કારણો.

વિશ્વનું પ્રથમ અદ્યતન અર્થક્વેક મ્યુઝિયમ
વિશ્વનું પ્રથમ અદ્યતન અર્થક્વેક મ્યુઝિયમ

પ્રોજેક્ટના ખર્ચમાં અઢી ગણો વધારો થયો તેના પ્રમુખ કારણો

  • 2010માં પ્રાથમિક સર્વે થયો તેમાં સનસેટ પોઈન્ટ, પાથ-વે અને વોટર રિઝર્વોઈરની ડિઝાઇનમાં ફેરફાર અને ગુણવત્તાને કારણે વધારાનો ખર્ચ કરવો પડ્યો.
  • સનસેટ પોઈન્ટની ડીઝાઈન અર્થક્વેક ઝોન મુજબ બનાવેલી હોવાથી, તેની કિંમત ઉંચી ગઇ.
  • સખત પથ્થર હોવાથી સનસેટ પોઇન્ટનો પાયો ઊંડો અને વ્યાસ ઘટાડવામાં આવ્યો.પાથ-વેની પ્રથમ ડીઝાઈન સ્થળને અનુકૂળ ન હોવાથી લોકેશન બદલવામાં આવ્યું.
  • 2011માં લાઇટિંગ માટેની ડિઝાઇન નક્કી થઇ ત્યારે સામાન્ય એલઇડી લાઇટ હતી, જ્યારે અંતિમ અેસ્ટીમેટમાં પોસ્ટ ટોપ લાઇટ નક્કી કરાતા ખર્ચ અનેકગણો વધી ગયો.
  • ભુજિયાના કિલ્લાની દિવાલ બની ગયા બાદ પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરાયું જેને કારણે દિવાલ ફરીથી તેના પ્રમાણ માપ મુજબ રિટ્રોફીટ કરાઇ. જે ખર્ચાળ હતું.
  • અર્થક્વેક મ્યુઝિયમનો 2010માં ખર્ચ 40 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જ્યારે અદ્યતન ટેક્નોલોજી સાથેના વર્તમાન મ્યુઝિયમ માટે 100 કરોડ ખર્ચ કરવામાં આવશે.

દસ વર્ષમાં કઈ આઈટમનો કેટલો ખર્ચ વધ્યો તેનું કોષ્ટક

વિવિધ પ્રકલ્પ07-03-201201-06-201631-03-2018

વોટર રિઝર્વોઈર, ટ્રી પ્લાંટેશન,સનસેટ પોઈન્ટ, લિવિંગ હેરિટેજ મ્યુઝિયમ બિલ્ડિંગ અને કન્ટેન્ટ, ફોર્ટ વોલ રિપેર અને લાઈટિંગ

103.20 કરોડ123.44 કરોડ155.27કરોડ
કોન્ફરન્સ અને આર્ટ ગેલેરી, લાયબ્રેરી, ડોક્યુમેન્ટેશન અને રિસર્ચ સેન્ટર21.00 કરોડ120.00 કરોડ151.06 કરોડ
{ઇકો પાર્ક અને રિઝર્વોઈર, ઇકો પાર્ક ટ્રી, અન્ય ઇકો પાર્ક, ફોર્ટ વોલ રિપેર અને લાઈટિંગ31.50 કરોડ55.22 કરોડ94.57 કરોડ
કુલ155.70 કરોડ298.66 કરોડ400.90 કરોડ

પ્રકલ્પને પૂર્ણ કરવા સુધીમાં ચાર મુખ્ય મંત્રી અને ચાર સીઈઓ બદલી ગયા
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2001ના ધરતીકંપમાં મૃતકોની સ્મૃતિમાં ભુજના ભૂજિયા ડુંગરમાં સ્મૃતિવન બનાવવા આદેશ આપ્યો અને જીએસડીએમએને તેની જવાબદારી સોંપી. પ્રોજેક્ટના વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવાની કામગીરી રાજ્યના માર્ગ મકાન વિભાગને સુપ્રત કરાઈ. આ પ્રોજેક્ટ દરમિયાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ તરીકે જ્યારે અનુરાધા મલ્લ, અંજુ શર્મા, હર્ષદ પટેલ અને વર્તમાન કમલ દયાની સીઇઓ તરીકે રહી ચૂક્યા છે.

જીએસડીએમએના ઉચ્ચ અધિકારીની નિરસતા થકી કામગીરી લગભગ ઠપ્પ હતી
‘સ્મૃતિવન’ પ્રોજેક્ટ 2012 માં શરૂ થયો. બાંધકામ રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવતુ હતું, પરંતુ ફંડ જીએસડીએમએ આપતું હતું. માટે કામ થતું આવે તેમ બિલ ગાંધીનગર રજૂ થાય. 2014 થી અઢી વર્ષના સમયગાળામાં ઉચ્ચ અધિકારીને સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવામાં વિલંબ થતો હોવાના કારણે થઇ ગયેલા કામોનો બિલ અટકતા હતા. જે કારણથી ઠેકેદાર પણ કામ બંધ કરી ચુકવણું આવે તેની રાહ જોતા. જોકે છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાકાળ દરમિયાન પણ કામોમાં ગતિ આવી હતી.

હાલમાં ચીફ સેક્રેટરી દિવસમાં ત્રણ વખત ડ્રોનથી શૂટિંગ કરાવી પ્રગતિ ચકાસે છે
હવે જ્યારે ચુંટણી અગાઉ આ પ્રોજેક્ટને લોકો સમક્ષ ખુલ્લો મૂકવા વડા પ્રધાન કાર્યાલયથી આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે કામને જેટ ગતિએ પૂર્ણ કરવા દિવસ રાત અર્થક્વેક મ્યુઝિયમ પર કામગીરી થઇ રહી છે. બિલ્ડીંગની અંદર અને બહાર, રેમ્પ વગેરેનું ડ્રોન દ્વારા શૂટિંગ કરી દરરોજ દિવસમાં ત્રણ વખત ગાંધીનગર મુકાય છે. જેનું ચીફ સેક્રેટરી પંકજ કુમાર મોનીટરીંગ કરે છે. આગામી બે મહિનામાં લોકાર્પણ થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...