સુવિધા:તંત્ર કહે છે, 421 પેટા કેન્દ્રમાં CHO દ્વારા 12 પ્રકારની સેવા અપાય છે

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્યુનિટી હેલ્થ ઓફીસરે વર્ષમાં 13.95 લાખ દર્દીને સારવાર આપી

ગ્રામીણ આરોગ્ય સેવાના માળખાને સુદ્ઢ કરવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કચ્છના 421 પેટા આરોગ્ય કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં રૂપાંતરીત કરાયા છે.જ્યાં 421 મીડ લેવલ હેલ્થ કેર પ્રોવાઈડર એટલે કે કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની નિમણુંક કરી બી.પી., ડાયાબીટીસ,કોવીડ, ટી.બી., મલેરીયા, ડેન્ગ્યુ વગેરે જેવા ચેપી રોગોની તેમજ લેબોરેટરીની સુવિધા આપવામાં આવે છે.

કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ 3 હજારની વસ્તીએ એકની નિમણુંક કરાઈ છે.કોમ્યુનીટી હેલ્થ ઓફીસરો વિવિધ 12 સેવાઓ પોતાના વિસ્તારમાં પુરી પાડે છે અને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવે છે તેમની ઓ.પી.ડી.નો સમય સવારે 9 થી બપોરે 12:30 સુધીનો હોય છે. અને બપોર બાદ તેમણે પોતાની ક્ષેત્રીય કામગીરી કરવાની હોય છે.છેલ્લા વર્ષ દરમ્યાન જીલ્લામાં આ કોમ્યુનીટી હેલ્થ ઓફીસરો દ્વારા 13,95,706 દર્દીઓને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર સેવાઓ આપવામાં આવી હોવાનો દાવો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

ફોન ન ઉપાડતા CDHO કહે છે સેવામાં ખામી હોય તો મને મેસેજ કરો !
હેલ્થ એન્ડ વેલનેસ સેવાઓ બાબતે ગ્રામીણ વિસ્તારના નાગરિકોને કંઈ ફરિયાદ હોય તો મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના ફોન નં. ૯૭૨૭૭ ૨૩૭૬૪ પર ટેક્સ મેસેજ કરવા ડો. જે. ઓ. માઢક દ્વારા વિનંતી કરવામાં આવી છે.પરંતુ મહ્ત્વની વાત એ છે કે,CDHO તેમનો સરકારી ફોન ઉપાડતા જ નથી તેવામાં ખામી બાબતે મેસેજમાં જાણ કરવામાં આવે ત્યારે પ્રશ્નનો ઉકેલ આવશે કે પછી માત્ર ‘હા,જોઈ લઈશું’ તેવા જવાબો આપી અરજદારોને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવશે તે હવે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...