અબડાસા તાલુકાના સમૃદ્ધ અને વિકસિત કોઠારા બસ સ્ટેશન પાસેની જાહેર મુતરડીમાં અસહ્ય ગંદકીના કારણે લોકો મુતરડીમાં પ્રવેશ પણ કરી શકતા નથી. મુતરડીની અંદર અને બહાર સુધી જોવા મળતી અસહ્ય ગંદકીના કારણે ઉપયોગ થઈ શકતો નથી. પુરુષ વર્ગ બહાર ખુલ્લામાં જાય છે, જેને લઈ ઔચિત્ય ભંગ પણ થતો હોય છે. તો મહિલા વર્ગની હાલત કફોડી થઈ જાય છે.
ચારે તરફ ગંદકી જોતાં આ મૂતરડીમાં તે અમલમાં આવ્યા બાદ સફાઈ થઈ જ ના હોય એવું જણાઈ આવે છે. અહીં ગંદકીથી ખુબ જ દુર્ગંધ ફેલાય છે, તેથી લોકોને આસપાસ ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. રાહદારીઓ, લારીવાળાઓ અને મુસાફરો તેનાથી પરેશાન થઈ રહ્યા છે.
અબડાસાનું કોઠારા આર્થિક હબ હોવાથી આસપાસના 30થી 50 ગામના લોકો વ્યાપાર અર્થે કાયમી આવતા હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોનું આવગમન હોવા છતાં અહીં પ્રાથમિક સુવિધા રૂપે જાહેર મૂતરડીની યોગ્ય વ્યવસ્થા અને સફાઇનો અભાવ વર્તાય છે. લોકોને નાછૂટકે જાહેરમાં લઘુશંકા કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિક પંચાયત દ્વારા જાહેર આયોગની સેવા સુચારુ બને એવી લોકો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.