ઉમેદવાર જાહેર:આમ આદમી પાર્ટીએ ત્રીજી યાદીમાં માંડવી વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ લાખોંદના અને 14 વર્ષ સુધી કોંગ્રેસમાં રહી ચૂક્યા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત હવે અામ અાદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે ઉપસી અાવી છે. અામ અાદમી પાર્ટીઅે બુધવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી હતી, જેમાં કચ્છમાં માંડવી બેઠકના ઉમેદવાર તરીકે કૈલાશદાન ગઢવીને જાહેર કર્યા હતા.

અામ અાદમી પાર્ટીઅે ત્રીજી યાદીમાં 10 બેઠકના નામો જાહેર કર્યા હતા, જેમાં અમદાવાદની ધારી-લિંબડી, ડિસા, પાટણ, અમદાવાદ-વેજલપુર, વડોદરા-સાવલી, ખેડબ્રહ્મા, નાંદોદ-રાજપીપળા, પોરબંદર, તાપી જિલ્લાની નિઝર ઉપરાંત કચ્છ જિલ્લાની માંડવી બેઠકનો સમાવેશ થતો હતો. દસ ઉમેદવારોમાં વેપારી, નિવૃત્ત મામલતદાર, ડોકટર, સામાજિક કાર્યકર, વ્યવસાયીઅો, અાદિવાસી સંગઠનના અાગેવાન, પ્રોફેસર, માચ્છીમાર અગ્રણી, ખેડૂત અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાનો સમાવેશ થતો હતો. જોકે, કચ્છ જિલ્લાની માંડવી બેઠક ઉપર વેપારી અને વ્યવસાય ચાર્ટર્ડ અેકાઉન્ટન્ટ કૈલાશદાન ગઢવીને ટિકિટ અાપવામાં અાવી છે.

લોકોનો દિકરો બની રહીશ : કૈલાશદાન
રાજકીય, ધંધાકીય અને સામાજિક રીતે સારી નામના ધરાવનારા મૂળ કચ્છના કૈલાશ દાન ગઢવી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હજી સુધી ઉમેદવારો દીકરો બની હાથ જોડીને મત માંગવા આવતા હતા. પરંતુ, ચૂંટાયા બાદ બાપ બની જતા હોય છે. પરંતુ, હું અેમની જેમ નહીં કરું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઅો મૂળ ભુજ તાલુકાના લાખોદ ગામના છે. તેમની ઉંમર 52 વર્ષ છે. વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટ, વી. કે. જિંદાલ કંપનીમાં પાર્ટનર, અદાણી ગ્રુપની 10 કંપનીમાં હૂમન ડાયરેક્ટર તરીકે સ્વતંત્ર કાર્યરત છે. પાલનપુર બનાસકાંઠાના પૂર્વ સાંસદ બી. કે. ગઢવીના જમાઈ, તેઅો 14 વર્ષ કોંગ્રેસમાં કાર્યરત રહ્યા બાદ એપ્રિલ 2022 માં આપમાં જોડાયા અને માંડવી વિધાનસભાના ઉમેદવાર તરીકે વરાયા છે.

અન્ય સમાચારો પણ છે...