પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 (દર ચાર મહિને રૂ.2000/-) ની આર્થિક સહાય અપાય છે. આ સહાય મેળવતા લાભાર્થીઓએ તા.31-5 સુધીમાં ફરજિયાત આધાર ઇ-કેવાયસી અને આધાર સીડીંગ કરાવવાનું રહેશે. આધાર ઇ-કેવાયસી માટે PM-Kisan પોર્ટલ પર https://pmkisan.gov.in/aadharekyc.aspx લીંક મારફતે અથવા PM-Kisan એપ પરથી લાભાર્થીઓ દ્વારા આધાર ઇ-કેવાયસી કરી શકાશે.
અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટરમાં જઈ લાભાર્થી આધાર ઇ-કેવાયસી કરાવી શકશે, જેનો ચાર્જ રૂ.15 લાભાર્થીએ આપવાનો રહેશે. આ ઉપરાંત પીએમ કિસાન પોર્ટલ પર આધાર ઇ-કેવાયસી કરવા માટે https//pmkisan.gov.in પોર્ટલ પર Farmers Corner માં આપેલા ઓપ્શન ઇ-કેવાયસી પર કલીક કરી લાભાર્થીએ પોતાનો આધારકાર્ડ નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી ગેટ મોબાઇલ ઓટીપી કરી કલીક કરવાનું રહેશે.
ત્યારબાદ ઓટીપી દાખલ કરી ગેટ આધાર ઓટીપી પર કલીક કરી, આધાર કાર્ડ સાથે જે મોબાઇલ લીંક હશે તે નંબર પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી સબમીટ ફોર ઓથ બટન પર કલીક કરતા ઇ-કેવાયસી ઇસ સક્સેસફુલી સબમીટેડ બતાવે ત્યારે પ્રક્રિયા પૂર્ણ થશે. ઇ-કેવાયસી કરાવવા માટેની છેલ્લી તારીખ 31/5 નિયત કરાઇ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત કચ્છ ભુજ દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.