• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Youth Who Jumped To Rescue A Drowned Youth In Narmada Canal Near Bhachau Also Drowned, One Killed, Search For One Continues

માતાની નજર સામે પુત્ર ડૂબ્યો:ભચાઉ પાસે નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકને બચાવવા કૂદેલો યુવક પણ ડૂબ્યો, એકનું મોત એકની શોધખોળ જારી

ભુજ25 દિવસ પહેલા
  • લૂંણવા પાસેની કેનાલમાં પણ એક યુવક ડૂબ્યો, બે બનાવમાં ત્રણ યુવકો કેનાલમાં ડૂબ્યા
  • સ્થાનિક સુધારાઈની ફાયર ટીમના કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી

કચ્છના વર્ષો જુના પાણી પ્રશ્નનો ઉકેલ બની આવેલી જીવાદોરી સમાન નર્મદા કેનાલ અનેક લોકો માટે મૃત્યુનું કારણ પણ બની રહી છે. આજે ફરી ભચાઉ નગરની ભાગેડેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવક ડૂબ્યા હતી. માતાની નજર સામે જ એક યુવકનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેથી તેને બચવવા અન્ય યુવક પડતા તે પણ ડૂબ્યો હતો. અરેરાટી ઉપજાવતી આ ઘટનામાં કેનાલમાં ડૂબેલા યુવકોની સ્થાનિક સુધારાઈની ફાયર ટીમના કર્મચારીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક યુવક મળી આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બચાવવા પડેલા અન્ય યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

માતાની સામે જ પુત્ર ઘસમસ્તા પાણીના પ્રવાહમાં તણાઇ ગયો

આ બનાવની પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આજે રવિવારે સવારે 10 વાગ્યાના અરસામાં ભચાઉની ઉત્તર-પશ્ચિમ દિશાએ આવેલી SRP કોલોની સામે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં નગરના મુસ્લિમ પરિવારના માતા-પુત્ર કોઈ કારણોસર અહીં આવ્યાં હતા, જ્યાં પુત્ર અકરમ યુસુફ અબડા કેનાલની પેડ પરથી નીચે ઉતર્યો હતો અને ઉપર તરફ વડતી વેળાએ તેનો અકસ્માતે પગ લપસતા માતાની સામે જ તે ઘસમસ્તા પાણીના પ્રવાહમાં તણાઇ જતા ડૂબવા લાગ્યો હતો.

બચાવવા પડેલા યુવકની શોધખોળ ચાલું
આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલો ચોપડવા ગામનો ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ જાડેજા ડૂબતા યુવકને જોઈ કેનાલના પાણીમાં બચાવવા પડ્યો હતો. પરંતુ પાણીના જોશભેર વહેતા પ્રવાહમાં તે પણ ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતાં ભચાઉ નગરપાલિકા બચાવ ટીમ દ્વારા બન્ને યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય યુવકની શોધખોળ હાલમાં ચાલુ છે.

લૂંણવા પાસેની કેનાલમાં પણ એક યુવક ડૂબ્યો
નર્મદા કેનાલમાં વધુ એક યુવાન ભચાઉના લુણવા ગામ નજીકની નર્મદા કેનાલમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. આજે રવિવારે ભચાઉ પાસેની કેનાલમાં 2 યુવકો ડૂબી ગયા છે. તો ભચાઉ થી 10 કિલોમીટર દૂર લૂંણવા પાસે પણ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ એક યુવક ડૂબી જતાં સ્થાનિક લોકો દ્વારા તેની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભચાઉ તાલુકામાં આજે એક જ દિવસમાં ત્રણ યુવકો નર્મદા કેનાલમાં ડૂબી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...