કરુણાંતિકા:ગઢશીશામાં પાવરના થાંભલા પરથી પટકાતાં ગંભીર ઇજાઓના કારણે યુવકે જીવ ખોયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પશ્ચિમ કચ્છમાં સતત બીજા દિવસે અપમૃત્યુના બે બનાવ
  • કાળીતલાવડીમાં ભૂલથી ઝેરી દવા પી જનાર પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડયો

પશ્ચિમ કચ્છમાં સતત બીજા દિવસે અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે, જેમાં માંડવી તાલુકાના ગઢશીશા વિસ્તારમાં અદાણી હાઇટેક ટ્રાન્સ પાવરના થાંભલા પરથી પડી જનાર યુવાનનું મોત થયું હતું.જ્યારે ભુજના કાળીતલાવડી ગામે રહેતા પ્રૌઢે ભૂલથી ઝેરી દવા પી લેતા જીવ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અદાણી હાઇટેક ટ્રાન્સ પાવરના થાંભલા પર તાર ખેંચવાનું કામ કરતી વખતે અકસ્માતે યુવાન નીચે પટકાયો હતો, જેને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી, જેથી તાત્કાલિક સારવાર માટે આ યુવાન શાહારુલ ઇસ્લામ શેખ (ઉ.વ.18)ને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત સાબિત ન થતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ગઢશીશા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ નખત્રાણા સહિતના વિસ્તારોમાં વીજ થાંભલા પરથી પટકાઇ જવાના કારણે યુવાનોના મોતની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે શ્રમિકોને સલામતી આપવામાં આવે તે મુદ્દો પણ ઉપસ્થિત થવા પામ્યો છે.

જ્યારે ભુજ તાલુકાના કાળીતલાવડી ગામના શંભુભાઈ સામતભાઈ બરાડીયા (ઉવ.45)એ ગત તા.30 ઓક્ટોબરના રાત્રે 8 વાગ્યાના અરસામા પાકમાં છાંટવાની ઝેરી દવા કોઈ અગમ્ય કારણોસર ભૂલથી પી લેતા સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તે દરમિયાન ગત શનિવારના રાત્રે 9 વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબ ડૉ.જીનલ મહેતાએ તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે પધ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...