રાપર તાલુકાના જુના મેવાસાના વતની 39 વર્ષીય પરિણિત યુવકની શિવલખા નજીક હાઇવેના કિનારે ઉભેલી કાર પાસે જ ઝાડમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બાબતે મળેલી પ્રાથમિક વિગતો મુજબ , રાપર તાલુકા ના જુના મેવાસાના આશરે 39 વર્ષીય કાનજી નાનજી સાંઢા (પટેલ )ની હાઇવેના કિનારે ઉભેલી કારથી થોડે દૂર ઝાડમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ગાગોદર પોલીસ ઘટનાસ્થળે ધસી ગઇ હતી જોકે મોડે સુધી આ ઘટના અંગે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.
સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ કોરોના મહામારીના કારણે મુંબઈ થી બે ત્રણ વર્ષથી તેના ગામ જુના મેવાસા ગામે આવી રહેતો હતો અને સામખિયારી ગામે કપડાં ની દુકાન ચલાવતો હતો. આજે શિવલખા ઢાળ પાસે ટૂંપો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી. આ યુવાને કયા કારણોસર આ પગલું ભરી લીધું તે જાણવા ગાગોદર પીએસઆઇ ડી.આર.ગઢવીએ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.