અકસ્માત:ગાંધીધામના કાર્ગો પાસે માર્ગ ઓળગતા યુવક પર ટ્રક ફરી વળતા કમકમાટીભર્યું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી

ગાંધીધામથી કંડલા તરફ જતા માર્ગ પર કાર્ગો પાસેના મારુતિ શો રૂમ સામે આજે ગુરુવારે સવારે 11 વાગ્યાના અરસામાં મેઘપર બોરીચીની ૐ શ્રી ધામ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય અરવિંદ પ્રભુ ખંડેકા નામનો યુવક માર્ગ ઓળગી રહ્યો હતો ત્યારે માર્ગ પરથી પુરઝડપે પસાર થતી ટ્રક નંબર GJ12 AZ 1193 એ હડફેટે લેતા હતભાગી યુવકનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

વાહન વ્યવહારથી સતત વ્યસ્ત રહેતા કંડલા ગાંધીધામ ધોરીમાર્ગ પર અવારનવાર જીવલેણ અકસ્માતની ઘટના બનતી રહે છે. જેમાં આજે એક રાહદારી યુવકનું માર્ગ ક્રોસ કરતી વેળાએ ટ્રક તળે આવી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ એકઠા થઇ ગયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકના મૃતદેહને આદિપુર સરકારી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પખવાડિયા પૂર્વે ગાંધીધામના પડાના પાસે દાદી અને પૌત્ર નું પણ માર્ગ ઓળગતી વખતે ટ્રક તળે મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...