અકસ્માત:કોડકી પાસે ટ્રેઇલર અડફેટે બાઇક પર સવાર યુવકને મોત આંબી ગયું

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભીરંડિયારા પાસે ત્રિપલ અકસ્માત - Divya Bhaskar
ભીરંડિયારા પાસે ત્રિપલ અકસ્માત
  • માનકુવા પોલીસે ટ્રેઇલર ચાલકની અટકાયત કરી

તાલુકાના માનકુવા રોડ પર ટ્રેઇલર અડફેટે આવી જવાથી બાઇકસવાર યુવાનનું મોત થયું હતું. માનકુવા પોલીસમાંથી મળેલી માહિતી પ્રમાણે, ફરીયાદી અબ્દુલા ઓસમાણ હજામે આરોપી રમેશ ખીમજી મહેશ્વરી સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીના કાકાઈ ભાઈ દાઉદ ઇસ્માઇલ હજામ (ઉ.વ.29,રહે.કોડકી) બાઇક લઈને જતા હતા ત્યારે માનકુવા રોડ પર આશાબાપીરની દરગાહ પાસે આરોપી ટ્રેઇલર નંબર જીજી12 બીવાય 5396 ના ચાલકે પુરઝડપે ટ્રક હંકારીને બાઇકને ટકકર મારતા દાઉદને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત આંબી ગયું હતું.

લોરિયા પાસે મીઠાની ટ્રક અડફેટે 4 ઘવાયા
લોરિયા હનુમાનનગરના ગેટ પાસે ઉભેલા ચાર યુવાનને મીઠાની ઓવરલોડ ટ્રકે ટક્કર મારતા ઈજાઓ થઈ હતી. લોરિયાના ખલીફા સાલેમામદ અબ્દુલાએ હોસ્પિટલ ચોકીમાં જણાવ્યું કે, ઇજા પામનાર સુરેશ કાનજી મહેશ્વરી, રફીક સુમાર ખલીફા, નાસીર સાલેમામદ ખલીફા અને અરમાન લતીફ ઘોઘા હનુમાનનગર - લોરિયા રોડ પર ઉભા હતા. ત્યારે રાતના સાડા દસ વાગ્યે મીઠુ ભરીને આવતી ટ્રકના ચાલકે પૂર ઝડપે વાહન હંકારી તમામને હડફેટમાં લઈ ઈજાઓ પહોંચાડી હતી.

મુન્દ્રા-ભુજોડી પાસે અકસ્માતની ઘટનામાં 3 ઇજાગ્રસ્ત
મુન્દ્રામાં હાઇડ્રા મશીનના ચાલકે પુરઝડપે વાહન હંકારતા પલ્સર લઈને જતો દિનેશ બારોટ નામનો યુવાન ઘવાયો હતો જ્યારે ભુજોડી પાસે કોઈ અજાણી કારનું અડફેટે આવી જવાથી અંજારમાં રહેતા કિશન અરવિંદ જોગી અને નીતિનભાઈ રામજીભાઈ રાઠોડને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ભીરંડિયારા પાસે ત્રિપલ અકસ્માત: બે ઘવાયા
રવિવારે મોડી સાંજે ભીરંડિયારા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. બે ટ્રક સાથે ટ્રેઇલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોને સામાન્ય ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ લઇ જવા સાથે બનાવ સ્થળે પોલીસ ટુકડી પણ દોડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...