નખત્રાણા 108 માં પાયલોટ તરીકે ફરજ બજાવતા યુવાને અબડાસા તાલુકાના બાંડીયા ગામે જખદાદાના મંદિરે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું.ધાર્મિક સ્થળે ફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.પ્રાથમિક તપાસમાં બનાવનું કારણ અકબંધ રહ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોટી વિરાણી ગામે રહેતા 40 વર્ષીય જાગરીયા જયમલભાઈ ગોપાલભાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હતભાગીના ભાઈ બાબુલાલે પોલીસને જણાવ્યું હતું કે શનિવારે સાંજે 7 વાગ્યાના અરસામાં હતભાગી બાંડીયા ગામે આવેલ જખદાદાના મંદિરના ગેટ પર કોઈ અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
બનાવની જાણ થતા તેમને સારવાર અર્થે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતા.ધાર્મિક સ્થળે આત્મઘાતી પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.નખત્રાણા 108 માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતભાગીના મોતને કારણે પરિવાર સહિત મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઇ છે.બનાવને પગલે નલિયા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ વધુ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.