108માં જ પ્રસુતિ:ભચાઉના કડોલની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવાઈ, માતા અને બાળક બન્ને સ્વસ્થ

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના કડોલ ગામમાં રહેતાં જયાબેન ગરવાને પ્રુસુતીની પીડા ઉપડતા પરિજન દિલીપભાઈએ 108 ને કોલ કર્યો હતો. આ કોલ ભચાઉ 108 G.V.K EMRI ની ટીમને મળતા 108ના કર્મચારીઓ ઇમટી ગણપતભાઈ ઠાકોર અને પાઈલોટ કે.સી વાઘેલા તુરંત 108 સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં અને દર્દીને ભચાઉ સરકારી હોસ્પીટલ ખસેડવા રવાના થયા હતા દરમિયાન શિકરા નજીક પહોંચતા સગર્ભાને પ્રસુતિની ભારે પીડા ઉપડતા 108ના સ્ટાફે ધોરીમાર્ગે જ સફળ પ્રસુતિ કરાવી હતી.
નિષ્ણાતની સલાહને પગલે રસ્તામાં જ સફળતા પુર્વક પ્રસુતિ કરાવી
​​​​​​​
સગર્ભાને ભચાઉ પહોંચે પહેલા જ પ્રસૂતિની પીડા ઉપડતા માર્ગ વચાળે પ્રસુતિ કરાવવાની ફરજ ઉભી થઈ હતી. જેથી સ્થાનિક સ્ટાફે અમદાવાદ ખાતે 108ના ઇમરર્જન્સી ERCP ડૉ. રામાણિક સરને કોલ કરી નિષ્ણાતની સલાહ લીધી હતી. 108માં ઉપલબ્ધ ડીલીવરીના સાધનો, તથા ટેકનીકનો ઊપયોગ કરી રસ્તામાં જ સફળતા પુર્વક પ્રસુતિ કરાવી હતી. માતાએ સુંદર બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સારવાર અર્થે માતા અને બાળકનેં ભચાઉ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. સલામત રીતે બાળકનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...