તપાસ:નરાની વાડીમાં દવાવાળું પાણી પી જવાથી મહિલાનો જીવ ગયો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકાના નરા વાડી વિસ્તારમાં ભૂલથી દવાવાળું પાણી પી જતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. નરા પોલીસમથકમાંથી મળતી માહિતી પ્રમાણે,35 વર્ષીય પ્રિયંકાકૌર ઇન્દ્રજીતસિંહ રાયશીખનું આ બનાવમાં મોત થયું હતું.

વાડી વિસ્તારમાં ઘાસમાં દવા છાંટવામાં આવી હતી અને બાજુમાં વાસણો પડ્યા હોઇ ભૂલથી આ ગ્લાસમાં પાણી પી લેવાથી મહિલાને ઝેરની અસર થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા પણ ફરી તબિયત લથડી જતા સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પોલીસમાં એડી દાખલ કરવામાં આવી હતી જેની તપાસ પીએસઆઈ એન.કે.ખાંભડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...