વેનમાં અચાનક આગ ભભૂકી:માધાપરના એકતા નગર પાસે ઉભેલી વેનમાં આગ લાગતા ભાગદોડ મચી, સદભાગ્યે જાનહાનિ ટળી

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, વેન બળીને ખાક

ભૂજના માધાપર ખાતે આવેલા એકતાનગર પાસે ઉભેલી મારુતિ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી વેન ભડભડ સળગી ગઈ હતી. જેને પગલે ભાગદોડ મચી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટર વડે આગને કાબૂમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં વેન બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં ગેસનો બાટલો હોવાથી ફાયર ટીમને ભારે જહેમત સાથે કામગીરી કરવી પડી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નહોતી. આગના પગલે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

આગને પગલે લોકોનું ટોળું એકઠું થયું
ભુજના જોડિયા શહેર માધાપરમાં જાયેંદ્રસિંહ નામના કાર માલિકની મારુતિ વેન નંબર Gj12P5002મા ગઈકાલે અચાનક આગની ઘટના બની હતી. જેના વેન બળીને ખાક થઈ ગઈ હતી. ગઈકાલ સમી સાંજે વેનમાં લાગેલી આગથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આગની જ્વાળાઓને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. બાદમાં ફાયર વિભાગના ડિસીઓ રવીરાજ ગઢવી, સાવન ગોસ્વામી ફાયરમેન રફીક ખલીફા વગેરેએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...