ભુજના અમનનગર ચાર રસ્તા પર રહેતી મહિલાએ બે મહિના માટે વ્યાજે લીધેલા 2 લાખમાંથી 60 હજાર એડવાન્સ આપી દિધા હોવા છતાં વ્યાજખોર દ્વારા 2 લાખ 40 હજારની માગણી કરીને અપહરણ કરી જવા તેમજ પતિને કેસમાં ફસાવી દેવાની ધમકી આપાતાં આરોપી વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
મુળ અબડાસાના ચીયાસર ગામના અને ભુજ મોટાપીર ચાર રસ્તા અમનનગરમાં રહેતા નશીમબેન સુલેમાન ભજીર (ઉ.વ.33)એ એ ડિવિઝન પોલીસ મથકમાં ભુજના સરપટ નાકા બહાર રહેતા આરોપી હાજી સુમાર મંધરીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાએ આરોપી પાસેથી બે મહિના માટે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
ત્યારે આરોપીએ વ્યાજ પેટે 60 હજાર કાપી લીધા હતા.અને 1 લાખ 40 હજારની અવેજીમાં ફરિયાદી મહિલાના મકાનનું લખાણ લખાવી લીધું હતું. જે મકાનની કિંમત રૂપિયા 1 લાખ 40 હજાર હોઇ વ્યાજની પૂરે પૂરી રકમ આપી દીધી હોવા છતાં આરોપી ફરિયાદીના ઘરે અવાર નવાર આવીને વ્યાજના રૂપિયા 2 લાખ 40 હજારની માગણી કરીને ફરિયાદીના પતિને કેસમાં ફસાવી દેવાની તેમજ ફરિયાદી મહિલાનું અપહરણ કરી જવાની તેમજ ફરિયાદીના સાસરા પક્ષમાં મકાનનું લખાણ બતાવવાની ધમકી આપી ત્રાસ આપતાં ભોગબનાર મહિલાએ આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.