સૈન્ય કવાયત:આજથી દેશના દરિયાકાંઠે બે દિવસીય સી વિજિલ મેગા સૈન્ય કવાયત કરાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇ જેવો અાંતકવાદી હુમલો ભવિષ્યમાં ન થાય તેની તૈયાર માટેનો અભ્યાસ

ભારતની દરિયાઈ સુરક્ષાને વધારવા માટે મંગળવારથી સી વિજિલ મેરીટાઇમ કવાયતની ત્રીજી આવૃત્તિ શરૂ કરાશે. બે દિવસીય કવાયત દેશના ગુજરાત સહિત અન્ય રાજ્યોના 7,516 કિમી-લાંબા દરિયાકિનારાને આવરી લેશે. ભારતના દરિયાકાંઠાને આવરી લેવાની સાથે આ કવાયત વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પણ થશે. જેમાં ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ્સ વિભાગ અને અન્ય મેરીટાઇમ એજન્સીઓ પણ ભાગીદારી કરશે.

સી વિજિલ એક્સરસાઇઝની પ્રથમ આવૃત્તિ 2019 માં યોજાઈ હતી. 2008માં મુંબઈ આતંકવાદી હુમલા પછી દરિયાઈ સુરક્ષાને વધારવા માટે લેવામાં આવેલા વિવિધ સુરક્ષા પગલાંનું મૂલ્યાંકન કરવા માટે 2018 માં અા કવાયતની કલ્પના કરવામાં આવી હતી. મુંબઇ આતંકવાદી હુમલા પછી ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે.

આ કવાયતમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, શિપિંગ અને જળમાર્ગો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માછીમારી પશુપાલન અને ડેરી, કસ્ટમ્સ અને રાજ્ય સરકારો તથા કેન્દ્ર સાથે સંબંધિત અન્ય એજન્સીઓ દ્વારા પણ સંકલન કરી રહી છે. અા કવાયત દરિયાઈ સુરક્ષા અને દરિયાકાંઠાના સંરક્ષણના ક્ષેત્રમાં કોઈપણ પ્રકારના આક્રમણ અથવા આતંકવાદી હુમલા માટે ભારતની દરિયાઈ તૈયારીઓનું મૂલ્યાંકન કરવાની ટોચના સ્તરે તક પૂરી પાડશે. તે દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ભારતની શક્તિઓ અને નબળાઈઓની વાસ્તવિક સમજ પણ પ્રદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...