કોણ કોને આપશે ટક્કર?:કચ્છ જિલ્લાની 6 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે પ્રથમ વખત ચૂંટણી લડશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લાની 6 બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે.

પ્રદ્યુમ્નસિંહ જાડેજા સામે મામદ જત મેદાને
કચ્છની અબડાસા બેઠક પર ભાજપના જાણીતા ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા રિપીટ થયા છે, સામે કોંગેસના ઉમેદવાર મામદ જતને ટિકિટ અપાઈ છે. તેઓ જિલ્લા પંચાયતમાં સભ્ય પદે સેવા આપી ચુક્યા છે અને તાલુકા પંચાયતમાં સભ્ય છે. અહીં આપના વસંત ખેતાણીને ટિકિટ અપાઈ છે. માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવેને ટિકિટ અપાઈ છે. તેઓ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગેસના રાજેન્દ્રસિંહ જાડેજા મૂળ ભાજપમાંથી હાલમાજ કોંગેસમાં જોડાયા છે તેઓને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવીને ટિકિટ મળી છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી કચ્છ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અંજારમાં ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા

ભુજમાં ભાજપ દ્વારા કેશુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જેઓ રાજકીય અનુભવ સાથે રાજકીય કુનેહ ધરાવે છે. કોંગેસના ઉમેદવાર તરીકે અરજણ ભુડિયા છે. જેઓ માધાપર નવા વાસ ગ્રામ પંચાયતમાં છેલ્લા 20 વર્ષથી મુખ્ય પદે રહી રાજકીય અનુભવ ધરાવે છે. આપ દ્વારા રમેશ પિંડોરિયાને ટિકિટ અપાઈ છે. અંજારમાં ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા ગત ધારાસભ્ય વાસણભાઈ આહીરના સ્થાને ચૂંટણી લડી રહ્યા છે. કોંગેસના રમેશ ડાંગર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે જેઓને આ બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી છે.

ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી રિપીટ થયા
ગાંધીધામમાં ભાજપના માલતીબેન મહેશ્વરી રિપીટ થયા છે. કોંગ્રેસના ભરત સોલંકી અને આપના બીટી મહેશ્વરી પણ મેદાનમાં છે. રાપર બેઠક પર ભાજપના પીઠ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા ગત ટર્મમાં માંડવી બેઠકના ધારાસભ્ય હતા. જેઓ આ વખતે રાપર ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ તરફથી ગત ટર્મના ધારાસભ્ય સંતોકબેનના પતિ ભચુભાઈ આરેઠીયાને ટિકિટ અપાઈ છે. જ્યારે આપના અંબાલાલ પટેલને ટિકિટ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...