• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Traffic Jam Was Created In The Middle Of Nakhtrana's Muru Dhoro Road Due To The Loss Of Trailer, Vehicles Including Ambulance And ST Bus Were Stuck.

વાહનોની કતારો લાગી:નખત્રાણાના મુરુ ઢોરો માર્ગની વચ્ચે ટ્રેઈલર ખોટકાતા ટ્રાફિકજામ સર્જાયો, એમ્બ્યુલન્સ અને એસટી બસ સહિતના વાહનો અટવાયા

કચ્છ (ભુજ )16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકજામ થતા લોકોને ભારે હાલાકી પડી, ટ્રેલરને માર્ગ પરથી દૂર કરવા ક્રેન બોલાવવામાં આવ્યું

ભુજ તાલુકાની રણ સરહદે આવેલા હાજીપીર પાસેના નમક એકમમાંથી મીઠું ભરીને નખત્રાણા તરફ આવતું ટ્રેલર આજે સવારે ઢોરોથી મુરું વચ્ચેના માર્ગ પર ખોટવાઈ ગયું હતું. માર્ગની વચ્ચે બંધ પડેલા માલવાહક ટ્રેલરથી બન્ને તરફ ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ અને એસટી બસ સહિતના વાહનો અટવાઇ પડ્યા હતા. અગમ્ય કારણોસર ખોટવાઈ પડેલા ટ્રેલરથી અનેક વાહનચાલકોના સમય શક્તિનો વ્યય થયો હતો. જેને લઈ ફસાયેલા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ઓવરલોડ નમક પરિવહન કરતા વાહનોથી લોકો ત્રાહિમામ
નખત્રાણાના મુરુ ઢોરો ગામ વચ્ચેના માર્ગ પર રસ્તો રોકી ઉભા રહી ગયેલા નમક ભરેલા વાહનથી લોકોને કલાકો સુધી મુશ્કેલીમાં મુકાઈ જાઉં પડ્યું હતું. આ માર્ગે ઓવરલોડ ચાલતા વાહનો અંગે હાલમાં જ લુડબાય ગામના સરપંચ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. બિસમાર બનેલાંને સુચારુ બનાવવા ચક્કાજામ સહિતના પ્રયાસો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી. ત્યારે આ વિસ્તારમાં નમક પરિવહન કરતા વાહનોથી લોકોને પડતી હાલાકી આ બનાવથી સ્પષ્ટ થાય છે. અલબત્ત ખોટવાયેલા ટ્રેલરને માર્ગ પરથી દૂર કરવા માટે ક્રેન બોલાવવામા આવ્યું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...