ઉમેદવારી માટે ‘છેલ્લો દિવસ’ સોમવાર:પાંચમા દિવસે એક સામટા 18 ફોર્મ ભરાયા : સૌથી વધુ ભુજ બેઠક પર 6

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિ અને રવિ રજા હોવાથી હવે સોમવારે ઉમેદવારી માટે ‘છેલ્લો દિવસ’

વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કચ્છની 6 બેઠકો પર ઝંપલાવનારા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અને ફોર્મ ભરવાના પાંચમા દિવસે અેકસામટા 18 નામાંકનપત્રો ભરાયા હતા, જેમાં સાૈથી વધુ ભુજ વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારોઅે ઝંપલાવ્યું છે. તા.12-11ના બીજો શનિવાર અને રવિવારના રજા હોઇ હવે ઉમેદવારી માટે સોમવારે છેલ્લો દિવસ છે. અા સાથે ચૂંટણી જંગના મેદાને રહેલા ઉમેદવારોની સંખ્યા 23 પર પહોંચી ગઇ છે.

વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે જામી રહ્યો છે અને ફોર્મ ભરવાના પ્રથમ 3 દિવસ સુસ્ત રહેલા ઉમેદવારો દોડતા થયા છે. ગુરૂવારે અબડાસા, રાપરને બાદ કરતાં 4 બેઠકો પર 5 ઉમેદવારોઅે નામાંકનપત્રો ભર્યા હતા અને શુક્રવારે 6 બેઠકો પર વધુ 18 મુરતિયાઅોઅે દાવેદારી નોંધાવતા 6 બેઠકો પર રહેલા ઉમેદવારોની સંખ્યા 23 પર પહોંચી ગઇ છે.

તા.11-11, શુક્રવારના ભરાયેલા ફોર્મમાં અબડાસા બેઠક પર અપક્ષ ઉમેદવારો યુશુબશા ઇસ્માઇલશા સૈયદ અને નિજામુદ્દીન અલીઅકબરછા પીરે ફોર્મ ભર્યું હતું. માંડવીમાં બહુજન સમાજ પાર્ટીમાંથી કિશોર માલશી ધેડા, ભુજમાં ભાજપના કેશવલાલ શિવદાસ પટેલ (કેશુભાઇ) અને ડો.મુકેશ લીલાધર ચંદે, રાઇટ ટુ રિકોલ પક્ષમાંથી કાસમ મોહમદ નોડે, અામ અાદમી પાર્ટીમાંથી રાજેશ કેશરા પિંડોરિયા અને અલ્પેશ જાદવા ભુડિયા તેમજ અપક્ષમાંથી હુસેન મામદ થેબા, અંજાર બેઠક પર બહુજન સમાજ પાર્ટીમાંથી સુધા બકુલ ચાવડા, અામ અાદમી પાર્ટીમાંથી અરજણ ચનાભાઇ રબારી, ગાંધીધામ બેઠક પર અામ અાદમી પાર્ટીમાંથી બુધાભાઇ થાવર મહેશ્વરી અને હિતેષકુમાર શાંતિલાલ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના કાળુભાઇ ડુંગરભાઇ માૈર્ય, ઇન્ડિયન નેશનલ કોગ્રેસમાંથી વિનોદ વેલજીભાઇ સોલંકી અને રાપર બેઠક પર ભાજપમાંથી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ડોલરરાય લક્ષ્મીશંકર ગોર, બહુજન સમાજ પાર્ટીમાંથી અાંબાભાઇ મ્યાજર રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તા.14-11, સોમવારે ફોર્મ ભરવા માટે અાખરી દિવસ હોઇ મુરતિયાઅોનો રાફડો ફાટે તેવી શક્યતા સેવાઇ રહી છે.

વિધાનસભાવાર ઉમેદવારો
વિધાનસભાઉમેદવારો
{અબડાસા2
}માંડવી3
{ભુજ7
}અંજાર3
{ગાંધીધામ5
}રાપર3
અન્ય સમાચારો પણ છે...