શિક્ષિકાની શિક્ષણ પ્રત્યેની સમર્પિતતા:માંડવીના શિક્ષિકા વિજયાબેને પોતાની આખી શૈક્ષણિક કારકિર્દી વિદ્યાર્થીઓ માટે સમર્પિત કરી; કામ નોકરી કે સાથ ભી, નોકરી કે બાદ ભી

નાના અંગિયા23 દિવસ પહેલાલેખક: બાદલ જોષી
  • કૉપી લિંક
  • 1976માં અબડાસા તાલુકાના કોઠારાની જી.ટી.હાઈસ્કૂલ જોડાયા હતા
  • 1995માં નારણપરમાં પ્રિન્સિપાલની સેવા આપી, 2009માં નિવૃત્ત થયા બાદ માનદ્ સેવા ચાલુ રાખી

મૂળ માંડવી તાલુકાના શિક્ષિકા વિજયાબેન માલસુર ગઢવી પોતાની આખી શૈક્ષણિક કારકિર્દી અબડાસા અને ભુજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે સમર્પિત કર્યું છે. હવે 71 વર્ષ ની વયે પણ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય અને તત્પર છે. આમ, શાળા અને વિદ્યાર્થીઓને જ પોતાનું પરિવાર સમજીને જાણે આખું આયખું લખી આપ્યું છે. તેમના અભ્યાસકાળ ઉપર ઉડતી નજર કરીએ તો તેમણે માંડવી મુકામે શિક્ષણ મેળવ્યા બાદ બી.એડ.નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આર્થિક ઉપાર્જન માટે કંડલામાં ક્લાર્ક તરીકે નોકરી મેળવી હતી. પરંતુ, તેઓના મન મગજમાં તો શિક્ષક બનીને ભારતના ભાવિને વર્ગખંડમાં ઘડવાનું સ્વપ્ન રમતું હતું.

વિદ્યાર્થીઓ માટે વળતરે વધારાના ક્લાસ કરાવતા
જે સપનાએ વિજયાબેન ગઢવીએ 1976માં કોઠારા જી.ટી.હાઈસ્કૂલમાં શિક્ષિકાની ભૂમિકા ભજવવા મંચ પૂરું પાડી દીધું. પરંતુ, એ સમપના તો ખુલ્લા આકાશમાં જોવાય એટલે તેમને શાળાનું મંચ નાનું લાગવા લાગ્યું, જેથી શાળા સમય બાદ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે દરરોજ દોઢ થી બે કલાક વિના વળતરે વધારાના ક્લાસ કરાવતા હતા. ત્યાર બાદ 1995 માં ભુજ તાલુકા ના નારણપર ગામે પ્રિન્સિપાલ તરીકેની સેવા આપી 2009 માં નિવૃત્ત થયા બાદ પણ વિદ્યાર્થીઓ માટે સક્રિય રહ્યા હતા.

71 વર્ષની વયે પણ સામાજિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત છે
ભુજ આર.ડી. વરસાણી માં પણ દોઢ વર્ષ માનદ સેવા આપી હતી. અત્યારે 71 વર્ષની વયે પણ ગઢવી સમાજ ની બોર્ડિંગમાં સેવા આપીને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને શિક્ષકો માટે કહેવાય છે ને કે શિક્ષક પોતે તો ત્યાં જ રહે છે, પરંતુ તેના વિદ્યાર્થીઓને આગળ વધારે છે. જે વિજયાબેન ગઢવી એ સાર્થક કરીને બતાવ્યું છે.

રક્ષાબંધને વિદ્યાર્થીઅોને રાખડી બાંધી બહેનની હાજરીનો અહેસાસ કરાવતા
કોઠારાના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને પોતાના ભાઈ સમાન સમજીને તેમના સુખ-દુઃખમાં જોડાતા હતા. રક્ષાબંધનના દિવસે વિદ્યાર્થીઓને એકલવાયું ન લાગે તે માટે વિદ્યાર્થીઓને રાખડી પણ બાંધતા, અને કોઈ પણ બીમારી હોય ત્યારે તેમની મા સમાન બનીને વિદ્યાર્થીઓની સારવાર કરાવીને દેખરેખ રાખતા હતા.

અેડમિશન મેળવવા પડાપડી થતી
તે સમયે કોઠારાને અબડાસા તાલુકાનો શિક્ષણનું હબ ગણવામાં આવતું. અને માત્ર અબડાસા તાલુકો જ નહીં પણ કચ્છ ના તમામ તાલુકાના વિદ્યાર્થીઓ માત્ર એસ.એસ.સી. કરવા માટે કોઠારા આવતા હતા.એડમિશન મેળવવા માટે પડાપડી થતી હતી.

શિષ્યો કલેકટર, ઈજનેર, ડોકટર, વકીલ, શિક્ષક, ઉદ્યોગપતિ બની ગયા
તેમની પાસે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ આજે કલેકટર, ઇજનેર, ડોક્ટર,વકીલ, શિક્ષક, ઉદ્યોગપતિ બની ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...