હર ઘર તિરંગા:માંડવી શહેર અને તાલુકામાં 30,100 રાષ્ટ્રધ્વજ લહેરાવાનો લક્ષ્યાંક રખાયો

માંડવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 25 અને ગામડામાં 30 રૂપિયાના ભાવે તિરંગો ખરીદી શકાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અવસરે ચલાવાઇ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ માંડવી શહેર અને તાલુકાને 30,100 રાષ્ટ્ર ધ્વજ લહેરાવાનો લક્ષ્યાંક અપાયો છે. લોકો શહેરમાં 25 અને ગ્રામ્ય વિસ્તારોમાં 30 રૂપિયાના ભાવે તિરંગો ખરીદી શકશે. જેના માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

કેન્દ્રના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ચલાવાઇ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગ રૂપે માંડવી તાલુકાની 75 ગ્રામ પંચાયતને 10,100 રાષ્ટ્રધ્વજનો ટારગેટ અપાયો છે. ગ્રામજનો રાશનની દુકાન અથવા ગ્રામ પંચાયતમાં 30 રૂપિયા આપીને તિરંગો ખરીદી શકશે. આવી જ રીતે માંડવી શહેરને 20 હજાર રાષ્ટ્રધ્વજનો લક્ષ્યાંક અપાયો છે જેમાં શહેરીજનો 25 રૂપિયાની કિંમતે ખરીદી શકશે.

તિરંગના વેચાણ માટે 9 વોર્ડમાં એક-એક લેખે 9 સ્ટોલ ઉભા કરવામાં આવશે. આમ લાકડી સાથેના રાષ્ટ્રધ્વજનું અલગ અલગ કિંમત સાથે વેચાણ કરવામાં આવશે. વેચાણમાંથી થનારી ઉપજને પાલિકા અને ગ્રામ પંચાયના ભંડોળમાં જમા કરવામાં આવશે.દરમિયાન લોકો ગાંઠના ખર્ચીને રાષ્ટ્રધ્વજ ખરીદશે કે કેમ તેવા સવાલે નગરસેવકો અને સરપંચોના ખિસ્સાને શેક લાગવાની સંભાવના આધારભૂત સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. આમ થવાની દહેશતે ચૂંટાયેલા પ્રતિનિધઓના ચહેરાની ચમકમાં ઝાંખપ જોવા મળતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

10 તાલુકાની 632 ગ્રામ પંચાયતને અપાયો લક્ષ્યાંક

તાલુકાનું નામગ્રામ પં.નીત્રિરંગા વિતરણની
સંખ્યાસંખ્યા
અબડાસા8511400
અંજાર577700
ભુજ11415300
ભચાઉ597900
ગાંધીધામ71000
માંડવી7510100
મુન્દ્રા435800
લખપત334450
નખત્રાણા7710350
રાપર8211000
કુલ6328500
અન્ય સમાચારો પણ છે...