કચ્છથી ઉત્તર ગુજરાત તરફના સામખીયાળી રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર આજે બુધવારે બપોરે કાનમેર ગાગોદર વચ્ચે આડેસર તરફ કેમિકલ ભરીને જતા એક ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓના કારણે આકાશમાં ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા હાઇવે માર્ગ પર દૂર સુધી જોવા મળ્યા હતા. ભયાનક આગના કારણે ગાગોદર તરફ આગળ જતાં વાહનો સલામતીના ભાગરૂપે ઉભા રહી જતા 3 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો. બાદમાં ભચાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ટેન્કરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.
કેમિકલ ભરેલા ટેન્કરમાં આગના બનાવથી વાહનચાલકો ઉભા રહી ગયા હતા
આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આડેસર તરફ આગળ વધી રહેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. બનાવ બપોરના 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોવાથી એક તરફના માર્ગે વાહન ચાલકો સલામતીના ભાગરૂપે ઉભા રહી ગયા હતા , જેના કારણે ત્રણેક કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. ભચાઉ સુધારાઈના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આ કામગીરીમાં ફાયર ટીમમાં પ્રવીણ દાફડા સહિતના કર્મી જોડાયા હતા.હતા.જોકે ત્યાં સુધીમાં ટેન્કર આગમાં સળગીને ભસ્મીભૂત થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.