શુક્રવારે રાત્રે માંડવી પોલીસે જોઇને ભાગી રહેલી તૂફાન જીપ મકાનના ગેઇટ સાથે અથડાઇ જતાં એક શખ્સ ઝડપાઇ ગયો હતો. જ્યારે બીજો નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી શરાબની 76 નંગ બોટલ કિંમત રૂપિયા 26,600 તેમજ 48 હજારના 48 નંગ બીયરના ટીન અને 5 લાખની ગાડી સહિત 5,31,400નો મુદામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીની પુછપરછમાં દારૂનો જથ્થો આપનાર અંજારના શખ્સનું નામ ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસને રાત્રી દરમિયાન બાતમી મળી હતી કે, એક તૂફાન જીપ દારૂ બિયરના જથ્થા સાથે ગોકુલવાસ ભૂતનાથ રોડ પરથી નીકળવાની છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી.અને જીપનો ફિલ્મી ઢબે પીછો કરતાં જીપ ધડાકા ભેર ગોકુલવાસના એક મકાનના ગેઇટ સાથે અથડાઇ ગઇ હતી. જીપમાં બેઠેલા બે પૈકી એક નાસી ગયો હતો. જ્યારે શહેરના ધવલ પાર્ક હજીરા ચોકમાં રહેતા ઇનાયત હશન બ્લોચ (ઉ.વ.28) નામના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસે જીપમાંથી રૂપિયા 26,600ની ભારતીય બનાવટની વિદેશી શરાબની 76 નંગ બોટલ, 48 નંગ બિયરના ટીન કિંમત રૂપિયા 4,800 અને 5 લાખની કિંમતની જીપ સહિત 5,31,400નો મુદમાલ કબજે કરીને પકડાયેલા આરોપીની પુછતાછ કરતાં નાશી જનાર આરોપી હુશેન ઉર્ફે હુશેની શેખજાદા રહે દુર્ગાપુરવાળો હોવાનું અને આ દારૂ બિયર અંજારના વિજય ગઢવી પાસેથી લીધો હોવાનું પોલીસને જણાવતાં માંડવી પોલીસે ત્રણેય વિરૂધ ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે.
મકાનમાં નૂકસાન થતાં માલિકે પણ નોંધાવ્યો ગુનો
ગોકુલવાસના મકાનના મુખ્ય દરવાજા સાથે જીપ અથડાઇ હતી. અને મકાનના ગેઇટને તોડી નાખી 10 હજારનું નુકશાન થયું હતું. તે મકાનના માલિક ભરતભાઇ મંગલદાસ સોલંકીએ આરોપી જીપ ચાલક સહિતનાઓ વિરૂધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.