નિર્ણય:કચ્છમાં મળેલા 1135 બાળ શ્રમિકો માટે ખાસ તાલીમ કેન્દ્રની દરખાસ્ત કરાશે

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલીમ સેન્ટરોની યાદી કેન્દ્ર સરકારને મોકલાયા બાદ પ્રોજેક્ટ શરૂ કરાશે
  • ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટની ગાઇડ લાઇન હેઠળ 2021માં સર્વે કરાયો હતો

સરકાર ગરીબી નાબૂદ કરવાના ગમે અેટલા દાવા કરે પરંતુ અરબો કરોડો રૂપિયાની યોજાનાઅો બાદ પણ ભારતમાં કરોડો લોકો બે ટંકનું ભોજન પણ માંડ મેળવી શકે છે. કચ્છની વાત કરવામાં અાવે તો તાજેતરમાં નીતિ અાયોગના રીપોર્ટમાં પણ જિલ્લામાં ગરીબીની ગંભીર નોંધ લેવામાં અાવી હતી. તેવામાં વર્ષ 2021માં કરાયેલા અેક સર્વેમાં કચ્છમાં 1135 બાળ શ્રમિકો નોંધાયા હતાં. જે અમદાવાદ કરતા પણ વધારે હોવાનું બહાર અાવ્યું છે.

અા અંગે મળતી વિગતો મુજબ રાજ્યમાં અામ તો બાળ શ્રમિકોનો સર્વે કરવાની કોઇ જોગવાઇ નથી. પણ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટની ગાઇડ લાઇન હેઠળ 07 જિલ્લાઅોમાં સ્વતંત્ર અને અેનજીઅો મારફતે સર્વે કરવામાં અાવ્યો હતો. અા સર્વે માટે જતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા પ્રોજેક્ટ સોસાયટી દ્વારા કામગીરી ગ્રાન્ટ મળી હતી. રાજ્યમાં સાૈથી છેલ્લે ગયા વર્ષે કચ્છમાં અા સર્વે કરવામાં અાવ્યો હતો.

રાજ્યમાં સર્વે કરાયેલા જિલ્લાઅોમાં બાળ શ્રમિક
​​​​​​​

જિલ્લોસર્વેનોબાળ
-વર્ષશ્રમિક
અમદાવાદ2013625
બનાસકાંઠા2005-06813
વડોદરા20161611
દાહોદ20051148
પંચમહાલ201933
સુરત20162507
કચ્છ20211135

​​​​​​​

કચ્છમાં અેનસીઅેલપીની ગાઇડલાનઇ મુજબ સર્વેમાં જે બાળ શ્રમયોગી મળી અાવ્યા છે તેમને પુન:વસન માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયને સર્વે રીપોર્ટ સોપવામાં અાવશે. સાથે અા બાળ શ્રમિકો માટે ખાસ તાલિમ કેન્દ્ર ચાલુ કરવાની યાદી પણ મોકલવામાં અાવશે. કેન્દ્ર સકારની મંજૂરી મળ્યા બાદ અા ખાસ તાલિમ કેન્દ્ર શરૂ કરવામાં અાવશે.

કચ્છમાં બાંધકામના સ્થળ પર બાળ શ્રમિકો પાસે કામ કરાવાય છે
રોજીરોટી માટે કચ્છમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો અાવે છે. જેમાં પતિ-પત્ની તો મજૂરી કામ કરતા જ હોય છે. અનેક પરિવાર અેવા હોય છે તેના 10થી 15 વર્ષ સુધીના બાળકો પણ મજૂરી કામ કરતા હોય છે. ખાસ કરીને બાંધકામમાં બાળ શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરી રહ્યા છે. તો દુકાનો અને રેસ્ટોરન્ટમાં પણ બાળ શ્રમિકો નજરે પડતા હોય છે.

બાકીના જિલ્લાઅોમાં અા પ્રકારની કામગીરી કરાઇ
​​​​​​​અમદાવાદ અને બનાસકાંઠામાં બાળ શ્રમિકોને શાળામાં દાખલ કરવામાં અાવ્યા હતાં. તો વડોદરામાં વિવિધ વિસ્તારમાં 13 જેટલા ખાસ તાલીમ વર્ગો શરૂ કરવામાં અાવ્યા હતાં. દાહોદમાં 14 તાલીમ કેન્દ્ર શરૂ કરી બાળ શ્રમિકોને મુખ્ય પ્રવાહમાં જોડવામાં અાવ્યા હતાં. પંચમહાલમાં તો મળી અાવેલા બાળ શ્રમિકો શાળાઅે જતા જ હતાં. તેઅોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં અાવ્યા હતાં. સુરતમાં 20 તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં અાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...