ભુજ શહેરમાં લાલ ટેકરી પાસે સવારના ભાગે રાહદારીઅો અને વાહન ચાલકોની અવરજવર ચાલુ હતી ત્યારે અચાનક વીજ પોલ ઢળવા લાગ્યો, જેથી લોકોમાં સલામત સ્થળે જવા નાશભાગ મચી હતી. જે બાદ અાસપાસના દુકાન માલિકોઅે શોટસર્કિટથી મોટો અકસ્માત ટાળવા માર્ગ ઉપર અવરજવર અટકાવા અાડસો મૂકી દીધી હતી.
સ્થળ ઉપરના લોકોઅે જણાવ્યું હતું કે, પી.જી.વી.સી.અેલ.ના વીજપોલની બિલકુલ નજીક ભુજ નગરપાલિકાની વોટર શાખાઅે ખાડો ખોદ્યો હતો, જેમાં પાણીની લાઈન તૂટી જવાથી વહેતા પાણીઅે જમીનમાં પોલાણ સર્જ્યું હતું, જેથી લોખંડનો ભારેખમ વીજપોલ પાસેના અેપાર્ટમેન્ટ તરફ ઢળવા લાગ્યો હતો. જોકે, વીજ વાયરને કારણે અેપાર્ટમેન્ટ ઉપર પડતા પડતા અટકી ગયો હતો. જે દરમિયાન રાહદારીઅો, વાહન ચાલકો, દુકાન માલિકો અને અેપાર્ટમેન્ટના લોકોમાં સલામતી ખાતર દોડધામ થઈ હતની.
જે બાદ અાસપાસના લોકોઅે અકસ્માત ટાળવા અગમચેતી રૂપે માર્ગમાં અાડસો મૂકી દીધી હતી, જેથી બેધ્યાન રાહદારીઅો અને વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને. વોટર સપ્લાય બ્રાન્ચના ઈજનેર મનદિપ સોલંકીને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ગટર શાખાઅે ખોદકામ કર્યું હતું. જે દરમિયાન લાઈન તૂટતા પોલાણ થયું હશે. બીજી તરફ પી.જી.વી.સી.અેલ.ને સૂચનાથી ભુજ નગરપાલિકાની રોડ લાઈટ શાખાઅે તાત્કાલિક વીજ પોલને ઉપરના ભાગે લેવડાવી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.