દોડધામ:ચૂંટણી તારીખની જાહેરાત પહેલા ટેન્ડર ખોલવા પાલિકામાં દોડધામ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઈમાં ઘરોઘર કચરો અેઠકો કરવા અલગથી ઠેકો અપાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે અચાનક જાહેર થાય અેવી શક્યતાને પગલે ભુજ નગરપાલિકામાં ટેન્ડર ખોલીને સફાઈનો ઠેકો અાપી દેવા દોડધામ શરૂ થઈ ગઈ છે. ભુજ શહેરમાં 28મી અોગસ્ટે નરેન્દ્ર મોદી અાવ્યા અે પહેલા પંદરેક દિવસથી ભુજ નગરપાલિકાની તમામ શાખા, વહીવટી અધિકારીઅો, પદાધિકારીઅો અને નગરસેવકો વ્યવસ્થા માટે દોડધામમાં મૂકાઈ ગયા હતા. જેનો થાક ઉતારવા અેકાદ અઠવાડિયો અારામની મુદ્રામાં હોય અેમ નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર સિવાય ખાસ કોઈ દેખાતા ન હતા.

પરંતુ, માથે વિધાનસભાની ચૂંટણીના ટકોરા પડી રહ્યા છે, જેથી કારોબારી ચેરમેન જગત વ્યાસ સહિતના પદાધિકારીઅો અચાનક સફાળા જાગી ગયા છે અને સફાઈ ઉપરાંત ગટરનો ઠેકો અાપવા મંગાવાયેલા ટેન્ડર ખોલી વેળાસર ઠેકો અાપી દેવા દોડધામમાં મૂકાઈ ગયા છે. કેમ કે, ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ કામો અટકી થશે અને પદાધિકારીઅોના સત્તા અધિકાર બિલકુલ ચાલ્યા જશે. કારોબારી ચેરમેન જગત વ્યાસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અા વખતે સફાઈનો ઠેકો અાપવામાં થોડા ફેરફાર કરાયા છે.

અગાઉ 3 ઝોન પાડી ત્રણેય ઝોનનો અગલ અગલ ઠેકો અપાતો હતો, જેમાં ડોર ટુ ડોર કલેકશનનો પણ સમાવેશ કરી દેવાતો હતો. પરંતુ, ઘરોઘર લીલો અને સૂકો કચરો નિયમિત ઉપડતો ન હોવાની ફરિયાદો અાવવા લાગી હતી અને માર્ગો ઉપર સફાઈ ન થતી હોવાની રાવ પણ અાવી હતી, જેથી ઠેકો રદ કરી ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા કરાઈ હતી. જેના ટેન્ડર અાવી ગયા છે અને ઘરોઘર કચરો અેકઠો કરવાનો ઠેકો અલગ અપાશે. અે ઉપરાંત ગટરની સફાઈનો ઠેકો અાપવા પણ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી. જે પૂરી થઈ ગઈ છે અને બંને સમસ્યાઅો હવે ભૂતકાળ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...