લેખિત રજૂઆત:ભુજમાં પાણી, સફાઇ, ગટર મામલે કલેક્ટરને રજુઆત કરાઇ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકા શહેરીજનોને નિયમિત પાણી, સફાઇ તેમજ ગટર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે જયાં સુધી સુધરાઇ પૂરતી સુવિધા ન આપે ત્યાં સુધી વેરા ભરવામાંથી લોકોને મુક્તિ આપવા કલેક્ટરને રજૂઆત કરાઇ છે. પાલિકામાં ભાજપ શાસિત બોડીએ જયારથી શાસન સંભાળ્યું છે ત્યારથી પાલિકા શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઇ છે.

પાલિકા દ્વારા વાર્ષિક પાણી વેરા પેટે રૂ.900 લેવામાં આવે છે. તેમાંય કોમર્શીયલ અને મોટી લાઇનો નખાઇ હોય તો પાણી વેરો વધારે લેવાય છે. જો કે, નવાઇની વાત એ છે કે, શહેરીજનોને નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી. શહેરના અમુક વિસ્તારમાં દર 4-5 દિવસે દુષિત, કાંયાવાળો, ગટર મિશ્રિત પાણી વિતરીત કરાય છે. સફાઇ પેટે રૂ.150ના બદલે હવે 300 લેવાય છે પરંતુ શહેરના વોર્ડ નં.1થી 11માં નિયમિત સફાઇ કરવામાં આવતી નથી.

ઉપરાંત શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડેલી પાલિકા જયાં સુધી પૂરતી અને નિયમિત સુવિધા ન આપે ત્યાં સુધી લોકોને વેરામાંથી મુક્તિ આપવા જાગૃત નાગરિક અધિકાર મંચે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...