અકસ્માત:ધુણઈ નજીક કાર અકસ્માતમાં ભુજના આશાસ્પદ યુવાનનું મોત

ભુજ,ધુણઇ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન ભુજથી માંડવી જતો હતો ત્યારે કાબુ ગુમાવ્યો

ભુજથી માંડવી તરફ જતા ધુણઈ નજીક વળાંકમાં કાર બેકાબુ થતા ભુજના 25 વર્ષીય યુવાનનું ભુજની જી.કે જનરલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ ચોકીએથી મળતી માહિતી મુજબ ભુજમાં કોડકી રોડ પર ધારાનગરમાં રહેતા 25 વર્ષીય સાહીદ હુશેન સમા પોતાની જી.જે.12 ડીએ 0373 નંબરની બ્રેઝા કાર લઇ ભુજથી માંડવી તરફ જઈ રહ્યા હતા.

એ દરમિયાન ધુણઈ નજીક વળાંકમાં કાર બેકાબુ થતા અકસ્માત સર્જાયો હતો. કાર પુલના થાંભલા સાથે પણ અથડાઇ હતી. અકસ્માતમાં ઈજાઓ થયા હતભાગી યુવાનને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ ડૉ.મયુરસિંહ જાડેજાએ તેમને મૃત જાહેર કર્યા હતા. હતભાગી યુવકના મોતથી પરિવાર સહીત મિત્રવર્તુળમાં શોકની લાગણી છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...