માંડવી તાલુકાના એક ગામમાં યુવતી સાથે ગામના જ શખ્સે કપડા ફાડીને લાજ લેવાનો પ્રાયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે ભોગબનારે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.
પ્રાપ્ત વિગતો તેમજ ભોગબનાર યુવતીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું. કે, ફરિયાદી સાથે છેડતી અને લાજ લેવાનો પ્રયાસ ગત 14મીના નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. ગામમાં રહેતા રમેશ દેવજીભાઇ સંઘાર નામના યુવકે ફરિયાદી યુવતીની લાજ લેવાના ઇરાદે શરીર પર પહેરેલા કપડા ફાળી નાખ્યા હતા. યુવતીએ રાડા રાડ કરી મુકતાં આરોપી નાસી છુટ્યો હતો.
બનાવ બાદ ભોગબનાર યુવતીએ સમાજમાં બદનામી થવાનાની બીકને કારણે આરોપી વિરૂધ કોઇ કાર્યવાહી કરી ન હતી. પરંતુ સમાજના લોકોએ આ અંગે આરોપી સામે ફરિયાદ નોંધાવવાનું કહેતા આખરે આરોપી સામે ગુરૂવારે ગઢશીશા પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
ટપ્પરમાં સગીર વયની યુવતી લલચાવી ને ભગાવી જનાર યુવાન વિરુદ્ધ પોક્સો
પત્રી નો રાજદીપ હમીર આહિર નામક યુવાન મુન્દ્રા તાલુકાના ટપ્પર મુકામે સગીરાને લગ્ન કરવાને બહાને લલચાવીને ભગાડી ગયો હતો.વિશેષમાં પરિવારજનો એ સગીરાને ઘરે પરત ફરવાનું કહેતા તેણે ઝેરી દવા સુદ્ધાં ગટગટાવી લીધી હતી.બનાવ ને પગલે મુન્દ્રા પોલીસે આરોપી યુવાન વિરુદ્ધ પોક્સો તળે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.