તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની બેઠકમાં માહિતી અપાઇ:અંજારમાં ટૂંક સમયમાં પંચાયત રિસોર્સ સેન્ટર ખુલ્લું મુકાશે

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની બેઠકમાં માહિતી અપાઇ

અંજારમાં ટૂંક સમયમાં પંચાયત રિસોર્સ સેન્ટર ખુલ્લું મુકાશે તેવી માહિતી સ્થાનિકે મળેલી તાલુકા ગ્રામ પંચાયતની બેઠકમાં અપાઇ હતી. આ તકે પંચાયત રિસોર્સ સેન્ટર સમિતિની રચના કરાઇ હતી. સંસ્થા પ્રમુખ દેવઇબેન કાનગડના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં અરજણ કાનગડે પંચાયત રિસોર્સ સેન્ટરના ઉદઘાટન માટે તા. 8/4ના યોજાનારી બેઠક વિશે વિગતો આપી હતી.

પંચાયત રિસોર્સ સેન્ટર સમિતિની રચના થતાં પ્રમુખ તરીકે દેવઇબેન કાનગડ, ઉપપ્રમુખ શાંતિબેન હુંબલ અને જખુભાઇ મહેશ્વરી, મહામંત્રી પદે શામજી હિરાણી, શંભુભાઇ વીરડા, સહમંત્રી વનરાજસિંહ જાડેજા, ખજાનચી રાયદેબેન ઝરૂ, સલાહકાર તરીકે અરજણ કાનગડ, નારાણભાઇ ચૈયા, મહેશ ડાંગર, ભૂમિત વાઢેરની નિમણૂક કરાઇ હતી. રમાબેન ચૌહાણ, ગીતાબેન ડુંગરિયા, ભાવનાબેન રૂપારેલ, રમેશ મઢવી, મ્યાજર શામળિયા, ગોવિંદ હુંબલ, દક્ષાબેન ચાવડા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહેશ ડાંગરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...