માંડવીમાં ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં દાતાના અાર્થિક સહયોગથી 3.50 કરોડના ખર્ચે અાધુનિક લેબનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જેનું નિરીક્ષણ ગુજરાત ભાજપના અધ્યક્ષ કરશે.1950થી કન્યા કેળવણીને પ્રોત્સાહન અાપવા માટે કચ્છમાં અેકમાત્ર માંડવી ખાતે છાત્રાઅો માટે છાત્રાલયની સાથે ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય શરૂ કરવામાં અાવી હતી, જેમાં અત્યાર સુધી અભ્યાસ કરનારી છાત્રાઅો તબીબ, વકીલ, અેન્જિનિયર બની ગઇ છે. ખીમજી રામદાસ પરિવારના 3.50 કરોડના અાર્થિક સહયોગથી હાલે અા શાળામાં લેબનું નિર્માણકાર્ય શરૂ કરી દેવાયું છે.
તા.14-5, શનિવારના 4.30 કલાકે શાળાની મુલાકાતે અાવનારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.અાર. પાટીલ અાધુનિક લેબના કામનું નિરીક્ષણ કરશે.અત્રે અે નોંધવું રહ્યું અા શાળામાં વિદ્યાર્થિનીઅો પાસેથી કોઇપણ પ્રકારની ફી લીધા વગર અભ્યાસ કરાવવામાં અાવી રહ્યો છે. ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઅો માટે તાલુકા અાખામાં અા અેકમાત્ર શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં અાવ્યું છે. મૂળ માંડવીના અને હાલે વિદેશ વસતા કચ્છી દાતાના અાર્થિક સહયોગથી અા શાળા પ્રગતિના શિખરો સર કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.