હથિયાર સાથે ઝડપાયો:અંજારના દેવળીયા પાસેથી દેશી બંદૂક સાથે આધેડને SOGએ દબોચી લીધો

કચ્છ (ભુજ )8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના દેવળીયા ગામની સીમમાં રહેતા અલીમામદ કાસમભાઈ મથડાને ગેરકાયદે રીતે રાખેલી હાથ બનાવટની દેશી બંદુક તથા લખોટી સાઈઝના લોખંડના ગોળ છરા અને દારૂગોળા સાથે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ કિં રૂ. 5 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવાના ગુના હેઠળ આરોપી વિરુદ્વ આર્મ્સ એક્ટ 25(1-બી) એ તથા જી.પી.એક્ટ 135 મુજબ અંજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે બંદૂક સહિતનો સામાન જપ્ત કર્યો
અંજારના દેવળીયા સિમમાં રહેતા 50 વર્ષીય આરોપી અલીમામદ કાસમભાઇ મથડા પાસેથી હાથ બનાવટની રૂ. 5 હજારની દેશી બંદુક, લખોટી સાઈઝના લોખંડના છરા તથા ગોળ છરા અને ચાપડી તેમજ કાળા કલરની ભુકી(દારૂગોળો) સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ. એસ.એન.ગડુ તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...