અકસ્માત:માધાપરમાં દ્વિચક્રીની ટક્કરથી રિક્ષામાં બેઠેલા આધેડ ઘાયલ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિદડામાં બસની અડફેટે બાઇક ચાલકને ઇજા

ભુજ નજીકના માધાપર અને માંડવીના બિદડા ગામે સર્જાયેલા અકસ્માતના બનાવમાં આધેડ અને યુવાનને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ભુજ તાલુકાના જુના દેઢિયા ગામે રહેતા હુશેન તમાચી સમા (ઉ.વ.50)એ માધાપર પોલીસ મથકે ટુવ્હીલરના ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 5 જુનના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં માધાપર જુનાવાસ ભવાની હોટલ સામેના રોડ પર બન્યો હતો. ફરિયાદી શેખપીરથી રિક્ષામાં પાછળ બેસીને જઇ રહ્યા હતા.

ટુવ્હીલરના ચાલકે અકસ્માત કરી ફરિયાદીને પગમાં ફેકચરની ઇજા પહોંચાડી હતી. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે. તો, માંડવી તાલુકાના બિદડા ગામે રહેતા શ્યામ નારાણભાઇ ગઢવી (ઉ.વ.20) નામનો યુવાન પોતાની મોટર સાયકલથી મંગળવારે સવારે જઇ રહ્યો હતો. ત્યારે બસ સાથે બાઇક અથડાઇ જતાં તેને જમણા હાથ અને પગમાં ઇજા પહોંચી હતી. ઘાયલને તેમના પિતા નારાણભાઇ ગાભાભાઇ ગઢવી સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવી એમએલસીમાં નોંધ કરાવી હતી. માંડવી પોલીસે બનાવની જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે હાલમાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. ચાલુ મહિનામાં પણ જિલ્લામાં નાના મોટા 30થી વધુ અકસ્માત થયા છે.

અન્ય સમાચારો પણ છે...