યાત્રીકનું મોત:હાજીપીરથી જામનગર જતા બાઈક ચાલક આધેડનું સુરજબારી-માળિયા વચ્ચે ટ્રક પાછળ અથડાઈ જવાથી મોત

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છની રણ કાંધીએ આવેલા કોમી એકતાના પ્રતીક હાજપીર બાબાની દરગાહ ખાતે ચાલી રહેલા મેળાને લઈ સમગ્ર રાજ્યમાંથી આસ્થાળુઓ મોટી સંખ્યમાં ઉમટી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાંથી હાજીપીર દર્શને આવેલા બાઈક ચાલક યાંત્રિક પરત જતી વેળાએ આજે બપોરે 12.30ના અરસામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. હતભાગી સુરજબારી - માળિયા વચ્ચેના હરિપર પાસેના ધોરીમાર્ગ પર ટ્રક પાછળ અથડાઈ ગયા હતા, જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. સારવાર અર્થે તેમને 108 એમયુલન્સ મારફતે માળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પૂર્વેજ તેમનું કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની આગળની તપાસ માળિયા પોલીસે હાથ ધરી છે.

આજે શનિવાર બપોરે 12.30ની આસપાસ કચ્છના સુરજબારી બ્રિજથી માળિયા વચ્ચેના ધોરીમાર્ગ પર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં હજીપીરથી જામનગર તરફ જતા આધેડ વયના યાત્રિકનું ટ્રક પાછળ અથડાઈ જવાથી ગંભીર ઇજાઓનાં કારણે સારવાર પૂર્વે મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘાયલ થયેલા યાત્રિકને મદદરૂપ બની હતી. જોકે વધુ સારવાર માટે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે માળિયા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર પૂર્વેજ તેમનું મોત નીપજ્યું હતું. માળિયા પોલીસે પોસમોર્ટમ માટેની પ્રક્રિયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...