અટકાયત:અજાપર, નાભોઇ તથા જામથડાની સીમમાં કેબલ ચોરનારો વરનોરાનો શખ્સ ઝડપાયો

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢશીશા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી કેબલ ચોરનારા આરોપીને ભુજ એલસીબીએ ગાડી સાથે ઝડપી લીધો હતો.

એલસીબીના કર્મચારીઓની એક ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે, અજાપર, નાભોઇ તથા જામથડા સીમ વિસ્તારમાં આવેલ વીજ લાઇનના વીજ પોલ પરથી થયેલ એલ્યુમીનીયમના વાયરોની કેબલ ચોરીમાં સામેલ કાસમ જખરા મોખા (રહે, નાના-વરનોરા) વાળો પોતાના કબ્જાની બોલેરો પીક અપ ગાડી લઇને દહીંસરા ગામથી ગઢશીશા આવી રહ્યો છે જેથી રામપર(વેકરા)-લુડવા રોડ વચ્ચે આવેલ ગંગાજી મંદીરના પુલીયા પાસે વોચમાં રહીને આરોપીને ઝડપી લેવાયો હતો.

તેણે પૂછપરછમાં જણાવ્યું કે, પોતે તથા સીંકદર લુહાર તથા અલ્તાફ રહે. બંને ભુજ વાળાઓએ સાથે મળીને અજાપર, નાભોઇ તથા જામથડા ગામની સીમ વિસ્તારમાં આવેલ વીજ લાઇનના વીજ પોલ પરથી ઇલેકટ્રીક લાઇનના વાયરો કાપી તેમાંથી એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરી હતી જેથી તેની અટક કરી ગઢશીશા પોલીસને સોંપાયો હતો.આરોપી પાસેથી બોલેરો પીક અપ ગાડી રજી.નં. જીજે.04.ડબલ્યુ.9423 કિંમત રૂ.2.50 લાખવાળી ગાડી કબ્જે કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...