વરસાદી માહોલ વચ્ચે ધરાધ્રુજી:ભચાઉ નજીક મધ્યરાત્રીએ 3.2ની તીવ્રતાનો ઘરતીકંપનો આંચકો અનુભવાયો

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના આંચકાથી ધરાધ્રુજી રહી છે

કચ્છમાં 22 વર્ષ પહેલા આવેલા મહાભૂંકપ બાદ ભચાઉ પંથકની ધરા સતત ધુજી રહી છે. ગત માસની 14 તારીખે બંધડી નજીક રાત્રીના 3 વાગ્યે 3 ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ ફરી ભચાઉ પાસે ગત મધરાત્રીએ 3.2ની તિવ્રતા ધરાવતો આફ્ટરશોક સિસ્મોલોજી કચેરીએ નોંધાયો છે. ખાસ કરીને કચ્છમાં જામેલા મેઘ માહોલ વચ્ચે ભૂકંપનો આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા ફેલાવી છે. ગત રાત્રીએ આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 16 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું હતું.
ભૂકંપ આવતા લોકોમાં ચિંતા જોવા મળી
કચ્છ અને ભૂકંપને વર્ષોનો નાતો રહ્યો હોય તેમ વર્ષો પહેલા આવેલા મોટા ભૂકંપ બાદ આફ્ટરશોકનો સીલશિલો ચાલુ રહ્યો છે. વર્ષ 2001ના ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોક 22 વર્ષ બાદ પણ યથાવત રહ્યો છે. આ વિશે પહેલા જ ભૂસ્તર શાસ્ત્રીઓએ લોકોને નિશ્ચિત રહેવાની જાહેરાત કરી હતી. તેમ છતાં હાલ વરસાદના વાતાવરણ દરમિયાન આવેલો આંચકો ક્યાંકને ક્યાંક લોકો માટે ચિંતાનું કારણ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...