છેતરપિંડી:નલિયામાં એક જમીન બે વખત વેચાઇ: વિગાબેરના વૃધ્ધ સાથે 4 લાખની ઠગાઇ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીઓએ બોગસ દસ્તાવેજ બનાવી ખરા તરીકે કર્યો ઉપયોગ
  • મુંબઇગરા સહિત ત્રણ વિરૂધ નોંધાયો છેતરપિંડીનો ગુનો

અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉ વેચાયેલી જમીના ખોટા દસ્તાવેજ બનાવીને વિગાબેરના વૃધ્ધને વેચાણે આપી રૂપિયા 4 લાખની ઠગાઈ કરનારા મુબઇવાસી સહિત ત્રણ લોકો વિરૂધ નલિયા પોલીસમાં છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ અબડાસા તાલુકાના વિંગાબેર ગામે દરબારવાસમાં રહેતા બાભુભા ખેંગારજી સરવૈયા નામના 70 વર્ષીય વૃદ્ધે નલિયા પોલીસ મથકમાં મૂળ સુથરી ગામના હાલ ડોમ્બિવલી કલ્યાણ મહારાષ્ટ્ર ખાતે રહેતા લાલજી શામજીભાઈ શાહ અને મોટી ધુફીમાં રહેતા મધુકાન્ત ગોવિંદજી શાહ અને ગુલાબસંગ હમીરજી ગોહિલ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત 12મે 2014ના રોજ બન્યો હતો. આરોપીઓ ફરિયાદીને નલિયામાં મળ્યા હતા. ત્યારે આરોપી લાલજી શાહે પોતાની માલિકીની સુથરી ગામની સીમમાં સર્વે નંબર 357/1 વાળી જમીન દસ્તાવેજે વેચી નાખી હોવા છતાં ફરિયાદીને વિશ્વાસમાં લઈ બીજીવાર આ જમીન વેચી હતી. જે માટે નલિયા સબ રજિસ્ટ્રાર કચેરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી પાસેથી જમીનના 4 લાખ મેળવી રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. નલિયા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...