વિદ્યાર્થી સન્માન:કચ્છ યુનિવર્સિટીના પદવીદાનમાં કચ્છી કલા-સંસ્કૃતિ ઝળકાવતા ભાતીગળ પરિવેશનો નવો આયામ ઉમેરાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોલ્ડમેડલ મેળવનારા વિદ્યાર્થીઓ સફેદ કોટી પહેરશે
  • હાજર રહેનારા અંદાજીત 1 હજાર છાત્રો માટે કચ્છી શાલની વ્યવસ્થા કરાઈ

સોમવારે કચ્છ યુનિવર્સિટી દ્વારા મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 12 મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે.જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં કુલ 4965 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવનાર છે તેમજ 19 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે ત્યારે આ સમારોહ થકી કચ્છની સંસ્કૃતિ ઝળકી ઉઠશે.

ગણવેશ સમિતીના કો-ઓર્ડિનેટર કલ્પેશ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, આ વર્ષે પદવીદાન સમારોહમાં ભારતીય પોશાકની થીમ રાખવામાં આવી છે.જેમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ઝભ્ભો અને ફોરમલ કપડા તેમજ વિદ્યાર્થિનીઓને ડ્રેસ પહેરીને આવવા જણાવાયું છે તેમજ જે વિદ્યાર્થીઓને ડીગ્રી અનાયત કરવામાં આવશે તેઓએ તે મુજબના ગણવેશ મુક્તજીવન મહિલા કોલેજના ભોજનકક્ષમાંથી આપવામાં આવશે.સવારે 10 થી 11:30 સુધી ગણવેશ મળી રહેશે. હાજર રહેનારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના લોગો સાથે કચ્છી દુપટો આપવામાં આવશે.

જે માટે રૂ.100ની ડિપોઝીટ હશે.જ્યારે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ.500 ડિપોઝીટ આપવાની રહેશે તેઓને સફેદ કલરની કચ્છી કોટી આપવામાં આવશે.કાર્યક્રમ પૂર્ણ થતાં ગણવેશ પરત આપવાનો રહેશે.જેથી ડિપોઝીટ પરત આપી દેવાશે.ઉમેદવારોએ કોલ લેટર અને ઓળખકાર્ડ સાથે લાવવાનું રહેશે તેવું જણાવ્યું હતું.

કાર્યક્રમ સાથે જોડાયેલા પ્રોફેસરો પણ ઝભ્ભો પહેરશે
ભારતીય પરંપરાને જાળવી રાખવા માટે યુનિવર્સિટીના પ્રોફેસરો પણ ઝભ્ભો પહેરીને કાર્યક્રમને શોભાવશે.કાર્યક્રમ સાથે જોડાયેલા સ્ટાફ અને પ્રોફેસરોએ ભેગા મળી ભારતીય પોશાક પહેરવાનું નક્કી કર્યું છે.આ પહેલ પણ આવકારદાયક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...