જાસૂસી:BSFનો કાશ્મીરી જવાન પાકિસ્તાન સ્થિત અંકલ ખાનને ગુપ્ત માહિતી મોકલતો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એટીએસએ ગત વર્ષે ગાંધીધામ બીએસએફ હેડક્વાર્ટરના જવાનને જાસુસીના આરોપસર પકડ્યો હતો
  • હાલ પાલારા જેલમાં કેદ શખ્સે પત્નીની સારવાર માટે કરેલી વચગાળાના જામીનની અરજી કોર્ટે કરી રદ

ગાંધીધામ ખાતે બીઅેસઅેફ કંપનીમાં ફરજ બજાવતા મુળ જમ્મુ કશ્મીરના જવાનને ગત વર્ષે ગુજરાત અેટીઅેસઅે જાસુસી કરતા પકડી પાડ્યો હતો. તપાસમાં જવાને 2012થી અત્યાર સુધી બીઅેસઅેફની દેશભરની જુદી-જુદી કંપનીઅોની માહિતી વોટ્સઅપના માધ્યમથી પાકિસ્તાન મોકલી હોવાનું બહાર અાવ્યું હતું. હાલ પાલારા જેલામાં કેદ અા દેશના જ જાસુસ અેવા શખ્સની કોર્ટે વચગાળાની જામીન અરજી રદ કરી દીધી હતી.

અા અંગે મળતી વિગતો મુજબ મુળ જમ્મુ કશ્મીરના રાજૈરીના વતની અને હાલ ગાંધીધામ બીઅેસઅેફ હેડક્વાર્ટરમાં ફરજ બનાવતો મોહમ્મદ સજ્જાદ ઇમ્તીયાઝને ગત વર્ષે અોક્ટોબરમાં ગુજરાત અેટીઅેસઅે જાસુસીના અારોપ હેઠળ પકડી પાડ્યો હતો. અા શખ્સ સામે ગંભીર અારોપો લગાવાયા હતાં. જેમાં તેણે પોતાના પાસપોર્ટ માટે કરેલા સોગંદનામામાં જન્મ તારીખ તા. 30/1/1985 દર્શાવી હતી. ત્યાર બાદ બીઅેસઅેફ જમ્મુમાં ભરતી થવા માટેના દસ્તાવેજોમાં જન્મ તારીખ તાે 1/1/1992 દર્શાવી હતી.

બીઅેસઅેફમાં ભરતી થયા બાદ તેણે સુરક્ષા અેજન્સીની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી હતી. તપાસમાં અેવુ બહાર અાવ્યું છે કે અા શખ્સ વોટ્સઅપના માધ્યમથી પાકિસ્તાની અાર્મી અથવા કુખ્યાત જાસુસી સંસ્થા અાઇઅેસઅાઇના ખાલીદ અંકલ ઉર્ફે અંકલ ખાનને ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. ચોંકાવનારી વાત અે છે કે અા જવાન બીઅેસઅેફમાં છેક 2012માં ભરતી થઇ ગયો હતો. અને ત્યારથી જ બીઅેસઅેફની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. અા દરમિયાન તેણે ભારતના જુદા-જુદા બીઅેસઅેફ હેડ ક્વાર્ટરમાં ફરજ બજવી હતી.

તે સ્થળોની માહિતી મોબાઇલ વડે પાકિસ્તાન મોકલી તેના બદલે નાણ મેળવ્યા હતાં. અા શખ્સ પકડાયા બાદ હાલ પાલારા જેલમાં છે. તેવામાં પોતાના બાળકો અને પત્નીનુ ધ્યાન રાખનારા કોઇ નથી. તથા પત્નીને બ્લડ પ્રેશરની બિમારી હોવાથી તેની સારવાર માટે 21 દિવસના વચગાળાના જામીન ભુજની કોર્ટમાં માંગ્યા હતાં. પરંતુ સરકારી વકીલે તેનો વિરોધ કર્યો હતો.

અારોપી સામે ગંભીર ગુનો છે. અા દિવસોમાં તે ભાગી જાય તેવી શક્યતા છે. વળી પત્નીની સારવાર અન્ય સંબંધીઅો પણ કરાવી શકે છે. તેવી ગંભીર બિમારી નથી કે જામીન અાપવામાં અાવે. જેના પગલે કોર્ટે અારોપીના જામીન રદ કર્યા હતાં.

પાકિસ્તાન પણ જઇ ચૂક્યો છે
અા શખ્સે પાસપોર્ટ બનાવી પાકિસ્તાનની પણ મુલકાત લીધી હતી. તપાસના અાધારે અેવુ બહાર અાવ્યું છે કે અા શખ્સે તા. 1/12/2011થી તા. 16/1/2012 સુધી પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ખોટી જન્મ તારીખના અાધારે બીઅેસઅેફમાં ભરતી થયો હતો.

અન્ય સમાચારો પણ છે...