જન ઔષધિ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે માટે કચ્છ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોક સ્મૃતિવન પરિસરથી શરૂ થઈને સન પોઈન્ટ સુધી પહોંચી હતી. આ પ્રસંગે સ્મૃતિવન પરિસરથી સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારત થીમ અંતર્ગત સાઈકલ રેલીને પણ યોજાઈ હતી. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાએ હેરિટેજ વોકમાં સહભાગી થઈને જન ઔષધિને પ્રાધાન્ય આપવા લોકોને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 7મી માર્ચ “જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પાંચમો જન ઔષધિ દિવસ “જન ઔષધિ-સસ્તી પણ અને સારી પણ” ની સૂચિત થીમ સાથે ઉજવવામાં આવનાર છે. જે માટે 1 માર્ચથી 7 માર્ચ સુધી તમામ શહેરો/નગરોમાં એક અઠવાડિયા સુધી જાગૃતતા ઉભી કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડૉ.આર.આર. ફૂલમાલી, કચ્છ સિવિલ સર્જન ડૉ. કશ્યપ બૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ.વાઘેલા, મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એન.આર.સૈયદ, આરોગ્ય વિભાગના ડીક્યુએમઓ ડૉ.અમીન અરોરા, વિપૂલ દેવમૂરારી, ડૉ.આશિષ પટેલ, કેયૂરભાઈ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.