કાર્યવાહી:શિવનગરમાં ચાલતી જુગાર ક્લબ ઝપટે ચડી, સંચાલક સહિત 7 જબ્બે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ 25,500 તેમજ 5 મોબાઇલ, બાઇક મળી 70,500નો મુદામાલ જપ્ત

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શીવનગરમાં ભાડાના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. સાગર વિહાર શીવનગરમાં રહેતો ભાવિક જયંતીલાલ ગોર (ઉ.વ.40) પોતાના ભાડાના મકાનમાં બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવીને ધાણી પાસાનો જુગાર રમાડતો હતો.

ભાવિક ગોર તેમજ મેહુલ મેઘજીભાઇ વાળંદ (ઉ.વ.32), કેતન જેન્તીલાલ ચૌહાણ (ઉ.વ.30), રાજ રવીભાઇ ઠકકર (ઉ.વ.26), હિતેશ જયંતીગીરી ગોસ્વામી (ઉ.વ.30), દિક્ષિત સુધીરગીરી ગોસ્વામી (ઉ.વ.22), હાર્દિક પરેશભાઇ ઠકકર (ઉ.વ.20) સહિત સાત જુગારીને ઝડપી લીધા હતા. કબજામાંથી રોકડા રૂપિયા 25,500, રૂપિયા 25 હજારના પાંચ મોબાઇલ અને રૂપિયા 20 હજારની એક મોટર સાયકલ કબજે લઇ બી ડિવિઝનમાં ફરિયાદ કરાઇ છે.

નાની ખાખરની વાડીમાં જુગાર રમતા 5 પકડાયા
માંડવી તાલુકાના નાની ખાખર ગામે શક્તિસિંહ ચંદુભા જાડેજાની નદી આગળ આવેલી વાડીમાં રાત્રીના પોણા બે વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. વાડીમાં ઓરડી પાસે લાઇટના અજવાળામાં જુગાર રમતા શક્તિસિંહ ચંદુભા જાડેજા, હિતેશ ઉર્ફે હિતુભા જીતુભા જાડેજા, રાજેન્દ્રસિંહ નથુભા જાડેજા , ભરતસિંહ પ્રેમસંગ જાડેજા, વનરાજસિંહ ભચુભા જાડેજા રહે તમામ નાની ખાખર, રોકડા રૂપિયા 10230 સાથે
ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...