દેશની પશ્ચિમ સરહદે આવેલા આંતરરાષ્ટ્રીય સીમા પરના કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તાતમથી લગાતાર બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજે રવિવારે સીમા સુરક્ષા દલ અને જખૌ મરીન પોલીસના સયુંકત સર્ચ ઓપરેશન દરમિયાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી એક કિલો વજન ધરાવતા 48 પેકેટ મળી આવતા કુલ 48 કિલો માદક પદાર્થનો જથ્થો મળી આવતા સલામતી એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે.
આ વિશે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાં BSF અને મરીન પોલીસ દ્વારા સયુંકત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 48 જેટલા માદક પદાર્થના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ પેકેટ IMBL નજીકથી થોડા દિવસ પહેલા ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી ફેંકવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જેના પગલે સલામતી એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી રહ્યા છેપાકિસ્તાન સાથે જોડાયેલો કચ્છનો દરિયાકાંઠો સંવેદનશીલ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ રૂટ પર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તો કેટલાક જથ્થાનો દરિયામાં જ નાશ કરાયો હોય કિનારા પરથી બિનવારસી પેકેટ મળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કચ્છના દરિયાકાંઠેથી અલગ અલગ સમયે ડ્રગ્સના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.