અકસ્માત:નાના અંગિયા પાસે સ્વિફ્ટ કાર હડફેટે ભેંસો ચરાવીને જતા માલધારીનું મોત

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જાડાયના શખ્સને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા મૃત્યુ

નાના અંગિયા પાસે આધેડ ભેંસો ચરાવીને વાડા પર જતા હતા ત્યારે બેકાબૂ સ્વિફટ કારના ચાલકે હડફેટમાં લઇ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડતા સારવાર નસીબ થાય તે પહેલાં જ મોત નિપજ્યું હતું. બનાવ બાદ કાર ચાલક નાસી ગયો હતો. જેની સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

નખત્રાણા તાલુકાના જાડાય ગામે રહેતા રાણભા વેશલજી જાડેજાએ નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેમના કાકાઇ ભાઇ કરશનજી ઉર્ફે કિશનજી પબાજી જાડેજા (ઉ.વ. 56) ભેંસો ચરાવીને વાડા પર જતા હતા ત્યારે સફેદ કલરની સ્વિફટ ડિઝાયર કાર નં. જીજે01-ઇટી-1807ના ચાલકે પોતાના કબજાનું વાહન બેદરકારી અને પૂરઝડપે હંકારીને રાહદારી કરશનજીને હડફેટમાં લેતા ગંભીર પ્રકારની ઇજાઓ થવા પામી છે. જેઓને સારવાર માટે નખત્રાણા અને બાદમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જ મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...